અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી, જે ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર છે, તેણે આખરે પોતાના ભવિષ્ય અને નિવૃત્તિ વિશે ખુલ્લેઆમ વાત કરી છે. શમી તેના પ્રભાવશાળી સ્થાનિક પ્રદર્શન છતાં ટીમમાં સામેલ ન થવાને કારણે સમાચારમાં રહ્યો છે, પરંતુ તેણે સ્પષ્ટ કર્યું છે કે તેનો હવે નિવૃત્તિ લેવાનો કોઈ ઇરાદો નથી.
ચેમ્પયન્સ ટ્રોફી ફાઇનલમાં છેલ્લે આંતરરાષ્ટીય મેચ રમનાર શમી હાલમાં ટીમઇન્ડિયામાં પાછા ફરવા માટે મુશ્કેલ માર્ગનો સામનો કરી રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઈજાઓએ તેની કારકિર્દીને અસર કરી છે, અને ઘરેલુ ક્રિકેટમાં ૬૭ વિકેટો લેવા છતાં, પસંદગીકારો દ્વારા તેની અવગણના કરવામાં આવી છે. જાકે, શમી હંમેશા કહે છે કે તેનું કામ પ્રદર્શન કરવાનું છે, જ્યારે ટીમ પસંદગીનો નિર્ણય મેનેજમેન્ટનો છે. એવા અહેવાલો પણ હતા કે પસંદગીકારોએ તેનો ઈંગ્લેન્ડ પ્રવાસ માટે સંપર્ક કર્યો હતો, પરંતુ તેણે ના પાડી દીધી.આઇપીએલ ૨૦૨૬ માં, શમી લખનૌ સુપર જાયન્ટ્‌સ માટે રમશે, જેણે તેને ૧૦ કરોડમાં કરારબદ્ધ કર્યો છે.
આ બધા વચ્ચે, શમીએ નિવૃત્તિ વિશે પોતાના વિચારો શેર કર્યા. તેણે શુભંકર મિશ્રાના પોડકાસ્ટ પર સ્પષ્ટપણે કહ્યું કે તે ક્રિકેટને ત્યારે જ અલવિદા કહેશે જ્યારે તેને લાગશે કે તેને હવે તેમાં રસ નથી. તેણે કહ્યું કે જ્યારે તે થાકી જશે ત્યારે તે ક્રિકેટ રમવાનું બંધ કરી દેશે. પરંતુ તે હાલમાં નિવૃત્તિ વિશે વિચારતો પણ નથી કારણ કે આવા વિચારો તમને નીચે ખેંચે છે. જા તે વિચાર મનમાં આવે છે, તો તેનો અર્થ એ છે કે તમે પહેલાથી જ થાકી ગયા છો. અને જા તમે થાકી ગયા છો, તો તેનો અર્થ એ છે કે તમે કંટાળી ગયા છો. તેણે અગાઉ કહ્યું હતું કે જે દિવસે તે જાગશે અને કંટાળો અનુભવશે, તે ક્રિકેટ છોડી દેશે. તેણે વધુમાં ઉમેર્યું હતું કે હા, જે દિવસે તે આળસ કે કંટાળો અનુભવશે, તે છોડી દેશે. પરંતુ અત્યારે, તે કંટાળો કે આળસુ નથી. તે રમતનો આનંદ માણી રહ્યો છે. પરિણામો પણ સારા અને સકારાત્મક છે.
શમીએ એમ પણ કહ્યું કે તે હંમેશા મેદાન પર પોતાનું શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરશે. તેણે કહ્યું કે બોલર તરીકે, તે પોતાનું ૧૦૦ ટકા આપશે. તે પોતાની જવાબદારીઓ નિભાવશે અને તેના પર મૂકવામાં આવેલી અપેક્ષાઓ પૂરી કરવાનો પ્રયાસ કરશે. તે પોતાનું ભાગ્ય બદલી શકતો નથી. તે ફક્ત તેના વલણ અને દૃઢ નિશ્ચય દ્વારા જ યોગદાન આપી શકે છે. જા લખનૌએ તેનામાં વિશ્વાસ મૂક્્યો છે, તો તે પોતાનું સર્વસ્વ આપશે. પરંતુ જ્યારે પણ તમે રમશો, ત્યારે સૌથી મહત્વની બાબત સંતોષ છે. શું તે તેની મહેનતનું ફળ જાશે? તેણે કેટલું ડોમેસ્ટક ક્રિકેટ રમ્યું તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું નહીં, પરંતુ તેની લય યોગ્ય હતી કે નહીં તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું. જા તે સાચું છે, તો તે ભવિષ્ય વિશે વિચારશે.
મોહમ્મદ શમીના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તે હજુ પણ સંપૂર્ણપણે પ્રેરિત છે અને ક્રિકેટમાં પાછા ફરવા માટે તૈયાર છે. તે ટીમ ઇન્ડિયામાં પાછા ફરી શકે છે કે નહીં તે જાવું રસપ્રદ રહેશે.