મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે વૈશ્વક ઇંધણના ભાવમાં તીવ્ર વધારાની અસર વિશ્વભરમાં અનુભવાઈ રહી છે. દરમિયાન, ઈરાન પર હુમલો કરનાર યુનાઇટેડ સ્ટેટ્સમાં, ૨૦૨૨ પછી પહેલી વાર ગેસોલિનનો સરેરાશ ભાવ ઇં૪ પ્રતિ ગેલનને વટાવી ગયો છે. ઓટો કંપનીઓના સંગઠન એએએ અનુસાર, નિયમિત ગેસોલિનનો રાષ્ટીય સરેરાશ ભાવ હવે ૪.૦૨ પ્રતિ ગેલન છે, જે યુદ્ધ શરૂ થયા પહેલા લગભગ ૩ કરતા એક ડોલર વધારે છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં છેલ્લી વખત ગેસોલિન લગભગ ચાર વર્ષ પહેલાં આટલું મોંઘુ હતું
આ કિંમત રાષ્ટીય સરેરાશ છે, જેનો અર્થ છે કે કેટલાક રાજ્યોમાં લોકો ઘણા સમયથી પ્રતિ ગેલન ૪ કરતાં વધુ ચૂકવી રહ્યા છે. કર દરોમાં તફાવતને કારણે રાજ્યો વચ્ચે કિંમતો બદલાય છે. એ નોંધવું જાઈએ કે ૧ ગેલન ૩.૭૮૫ લિટર છે. ભારતીય ચલણ અને માપદંડ પ્રમાણે, અમેરિકામાં એક લિટર પેટ્રોલનો ભાવ ૯૯.૯૪ પ્રતિ લિટર પર પહોંચી ગયો છે, જે યુદ્ધ પહેલા લગભગ ૭૫ પ્રતિ લિટર હતો.
યુએસ અને ઇઝરાયલે સંયુક્ત રીતે ૨૮ ફેબ્રુઆરીએ ઈરાન સામે લશ્કરી કાર્યવાહી શરૂ કરી હતી. અમેરિકા અને ઇઝરાયલના હુમલાના જવાબમાં, ઈરાને ઈઝરાયલ પર મિસાઈલ અને ડ્રોન હુમલા કરીને બદલો લીધો હતો અને ખાડી દેશોમાં અમેરિકન થાણાઓને પણ નિશાન બનાવ્યા હતા. વધુમાં, ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધો હતો, જે તેના નિયંત્રણ હેઠળ છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી વૈશ્વક તેલ પુરવઠામાં ભારે વિક્ષેપ પડ્યો હતો. બંધ બાદ, આંતરરાષ્ટીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારો થવા લાગ્યો.
આ ઉપરાંત, પશ્ચિમ એશિયાના મુખ્ય તેલ ઉત્પાદક દેશોએ પણ ઉત્પાદનમાં ઘટાડો કર્યો છે, જેના કારણે કિંમતો પર દબાણ વધી રહ્યું છે. છછ મુજબ, ડીઝલ હવે સરેરાશ યુએસ ડોલર ૫.૪૫ પ્રતિ ગેલન (રૂ. ૧૩૫.૫૦ પ્રતિ લિટર) ના ભાવે વેચાય છે, જે યુદ્ધ શરૂ થયા પહેલા લગભગ યુએસ ડોલર ૩.૭૬ પ્રતિ ગેલન (રૂ. ૯૩.૫૦ પ્રતિ લિટર) હતું. ડીઝલનો ઉપયોગ ઘણા માલવાહક અને ડિલિવરી ટ્રકો માટે બળતણ તરીકે થાય છે.










































