જાફરાબાદ શહેરમાં ભાજપ પરિવાર દ્વારા ‘મન કી બાત’ કાર્યક્રમ અને ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ નરેન્દ્ર મોદીના પ્રેરણાત્મક સંદેશ સાથે યોજાયો હતો. આ પ્રસંગે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી અને મંડળ પ્રભારી રવુભાઈ ખુમાણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ સરમણભાઈ બારૈયાના ફાર્મ ખાતે યોજાયો હતો, જ્યાં નેતાઓએ કાર્યકરોને સંગઠન મજબૂત બનાવવા અને આવનારી તાલુકા તથા જિલ્લા પંચાયત ચૂંટણી અંગે માર્ગદર્શન આપ્યું. બેઠક દરમિયાન કાર્યકરોને સક્રિય બની કામગીરી કરવાની સલાહ આપવામાં આવી અને જાફરાબાદમાં સંગઠન વધુ મજબૂત બનાવા માટે ટકોર પણ કરવામાં આવી. કાર્યક્રમના અંતે સૌ કાર્યકરો ટિફિન સાથે બેસી જમ્યા અને સંગઠનને વધુ મજબૂત બનાવવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.