બાબરાના નામાંકિત વેપારી અને સામાજિક આગેવાન એવા સ્વ. પ્રમોદભાઈ મણીલાલ રૂપારેલીયાના પુત્ર રીશીભાઈ પ્રમોદભાઈ રૂપારેલીયાની રામનવમીના પાવન દિવસે મોટા રામજી મંદિર ખાતે અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ વિજયભાઈ દેસાઈ દ્વારા બાબરા તાલુકાના વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ પદે હિન્દુ સમાજના આગેવાનોની હાજરીમાં નિમણૂક કરવામાં આવતા સમગ્ર હિન્દુ સમાજમાં હર્ષની લાગણી અને અભિનંદનની વર્ષા થઈ રહી છે. યુવા એડવોકેટ આગેવાન રીશીભાઈ હિન્દુ સમાજ માટે અડધી રાતનો હોંકારો છે અને લોહાણા સમાજમાં રઘુવીર સેનાના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે તેમજ લોહાણા સમાજના યુવા આગેવાન છે. બાબરા વકીલ મંડળમાં સેક્રેટરી તરીકે પણ પોતાની સેવા આપી રહ્યા છે. તેમની વિશ્વ હિન્દુ પરિષદ બાબરાના ઉપાધ્યક્ષ પદે વરણી થતા તેના બહોળા મિત્રવર્ગ દ્વારા અભિનંદનની વર્ષા થઈ રહી છે.