મહેસાણા જિલ્લાના કડી શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ચેઇન સ્નેચિંગની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. તાજેતરમાં ફરી એકવાર ધોળા દિવસે બનેલી ઘટનાએ શહેરવાસીઓમાં ભયનો માહોલ ઉભો કર્યો છે.
માહિતી મુજબ કરણનગર રોડ વિસ્તારમાં એક મહિલા મંદિરેથી પરત ફરી રહી હતી ત્યારે બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ તેને નિશાન બનાવી ગળામાંથી દોરો ઝૂંટવી લીધો હતો. ઘટના એટલી ઝડપથી બની કે મહિલાને પ્રતિક્રિયા આપવાનો મોકો પણ મળ્યો નહોતો. લૂંટારુઓ દોરો લઈ તરત જ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
આ સમગ્ર ઘટના નજીકમાં લગાવવામાં આવેલા ઝ્રઝ્ર્‌ફ કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે બાઈક પર આવેલા બે શખ્સો મહિલાને ટાર્ગેટ કરી ઝડપથી લૂંટને અંજામ આપે છે અને પછી ભાગી જાય છે. ઘટનાની જાણ થતા જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરવા અને તેમને ઝડપી પાડવા માટે શોધખોળ શરૂ કરી છે. પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ પણ વધારવામાં આવ્યું છે.