ફિલ્મ ઈંડસ્ટ્રી સાથે જાડાયેલા લોકોની લાઈફ બહારથી ચમકદમક, લક્ઝરીથી ભરપુર દેખાય છે પરંતુ ઘણા કલાકારોની લાઈફ એટલી જ સમસ્યા અને વિવાદાસ્પદ હોય છે. ફિલ્મ કલાકાર હોય કે સિંગર તેમના લગ્નજીવન હંમેશા વિવાદ અને ચર્ચાનો વિષય રહે છે. જેમકે હાલમાં જ સુનિધિ ચૌહાણે પોતાના પહેલા લગ્ન વિશે બડાપો કાઢ્યો છે. જેના કારણે સુનિધિ ચૌહાણ પોતાની પર્સનલ લાઈફના કારણે ચર્ચામાં આવી છે.
એક મુલાકાત દરમિયાન સુનિધિ ચૌહાણે પોતાના પહેલા લગ્ન અને પહેલા પતિ વિશે ખુલીને ચર્ચા કરી હતી. સુનિધિ ચૌહાણે પહેલા પતિ અને લગ્નને લઈ જે શબ્દો વાપર્યા તેના કારણે આ ચર્ચા શરુ થઈ છે. સુનિધિ ચૌહાણે માત્ર ૧૮ વર્ષની ઉંમરે પરિવારની વિરુદ્ધ જઈ પોતાના પિતાની ઉંમરના કોરિયોગ્રાફર સાથે લગ્ન કર્યા હતા. જા કે આ લગ્ન ૧ વર્ષ પણ ન ટક્યાં અને સુનિધિ ચૌહાણના ડિવોર્સ થઈ ગયા
સુનિધિ ચૌહાણ ૧૨ વર્ષની ઉંમરે સિંગર બની ગઈ હતી. જ્યારે તે ૧૮ વર્ષની હતી ત્યારે તેણે પોતાનાથી ૧૪ વર્ષ મોટા ઈંડસ્ટ્રીના જ કોરિયોગ્રાફર બોબી ખાન સાથે લગ્ન કરી લીધા હતા. સુનિધિ ચૌહાણનો પરિવાર આ લગ્નની વિરુદ્ધ હતો તેમ છતાં સુનિધિ ચૌહાણએ બોબી ખાન સાથે લગ્ન કર્યા હતા. જા કે આ લગ્ન ટક્યાં નહીં અને ૧૯ વર્ષની ઉંમરે સુનિધિ ચૌહાણ અને બોબી ખાનના ડિવોર્સ થયા.
ઈન્ટરવ્યુ દરમિયાન સુનિધિ ચૌહાણે કહ્યું કે તેણે લાઈફમાં ઘણી ભુલો કરી છે, પણ ભગવાનની દયાથી તેને શરુઆતી સમયમાં જ સમજાઈ ગયું કે તે ખોટી જગ્યાએ છે. સુનિધિ ચૌહાણ કહ્યું કે હવે તે સમય ઘણો પાછળ છુટી ગયો છે પણ તે સમયે તેને જીવનનું સત્ય શું છે તે સમજાઈ ગયું અને તે સમય રહેતા તે અંધારામાંથી બહાર આવી ગઈ. એટલે કે લગ્ન પછી સુનિધિને સમજાયું કે તેણે ખોટા વ્યક્તિને પસંદ કર્યો છે જેના કારણે લગ્નના એક વર્ષમાં જ તેણે અલગ થવાનું નક્કી કરી લીધું.
સુનિધિ ચૌહાણે પોતાના લગ્ન વિશે એવું પણ કહ્યું કે તેણે નાની ઉંમરમાં પોતાના પિતાની ઉંમરનાવ્યક્તિસાથે લગ્ન કર્યા ત્યારે તેને અંદરથી લાગતું હતું કે આ બરાબર નથી. લગ્ન પછી તેને સમજાઈ ગયું કે તેણે મોટી ભુલ કરી છે. જેના કારણે તે લગ્ન એક વર્ષ પણ ન ચાલ્યા. બોબી ખાનથી અલગ થયા પછી વર્ષો સુધી સુનિધિ ચૌહાણે ફક્ત કરિયર પર ફોકસ કર્યું અને ઈંડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવી.
બોલીવુડમાં નામના મેળવ્યા પછી સુનિધિ ચૌહાણે વર્ષ ૨૦૧૨ માં મ્યૂઝિક કંપોઝર હિતેન સોનિક સાથે બીજા લગ્ન કર્યા છે. સુનિધિ ચૌહાણને બીજા લગ્નથી એક દીકરો છે જેનો જન્મ ૨૦૧૮ માં થયો હતો. સુનિધિ ચૌહાણ હાલ પોતાના પતિ અને દીકરા સાથે ખુશહાલ જીવન જીવે છે અને પ્રોફેશનલ લાઈફમાં પણ આગળ વધી રહી છે.















































