અલાહાબાદ હાઇકોર્ટે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ કાયદાના કેસમાં આગોતરા જામીન આપ્યાના થોડા દિવસો પછી, આ આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી છે. આ કેસના ફરિયાદી આશુતોષ બ્રહ્મચારીએ હાઇકોર્ટના ૨૫ માર્ચના આદેશને પડકારતા અપીલ દાખલ કરી છે.
ફરિયાદીએ આરોપ લગાવ્યો છે કે હાઇકોર્ટે સ્વામી સામેના આરોપોની ગંભીરતાને પૂરતા પ્રમાણમાં ધ્યાનમાં લીધી નથી. અરજીમાં એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે સરસ્વતી આ કેસમાં સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે. અલ્હાબાદ હાઇકોર્ટે સરસ્વતી અને તેમના શિષ્ય મુકુન્દાનંદ બ્રહ્મચારીને આગોતરા જામીન આપ્યા હતા. કોર્ટે ભાર મૂક્્યો હતો કે તપાસ બાહ્ય પ્રભાવ વિના આગળ વધવી જાઈએ. ૨૭ ફેબ્રુઆરીના રોજ, હાઇકોર્ટે સરસ્વતીની ધરપકડ પર રોક લગાવી હતી. કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે સગીર બાળકોના કથિત જાતીય શોષણ સંબંધિત કેસમાં આદેશ જાહેર ન થાય ત્યાં સુધી તેમને કસ્ટડીમાં લેવામાં આવશે નહીં. કેસની સુનાવણી બાદ કોર્ટે પોતાનો આદેશ અનામત રાખ્યો હતો. અરજદારોને તપાસમાં સહકાર આપવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો.
આ કેસ પ્રયાગરાજના ઝુસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર સાથે સંબંધિત છે. આ એફઆઈઆર જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ કાયદા હેઠળ કોર્ટના નિર્દેશો પછી નોંધવામાં આવી હતી. તેમાં આરોપી દ્વારા અનેક યુવાન શિષ્યોના કથિત જાતીય શોષણનો આરોપ છે. ફરિયાદીએ હાઈકોર્ટના નિર્ણય પર પ્રશ્ન ઉઠાવ્યો છે, અને કહ્યું છે કે આરોપોની ગંભીરતાને અવગણવામાં આવી છે.
અરજીમાં એવી પણ મોટી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે. આ ડર નિષ્પક્ષ તપાસને જાખમમાં મૂકી શકે છે. સુપ્રીમ કોર્ટને આ પાસાને ધ્યાનમાં લેવા વિનંતી કરવામાં આવી છે. ફરિયાદીએ ન્યાય સુનિશ્ચિત કરવાની માંગ કરી છે.