આગામી તારીખ ૨૬ને ગુરુવારના રોજ રામનવમી સમગ્ર દેશ સહિત કોડીનાર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવનાર છે. કોડીનારના મુખ્ય રામ મંદિરેથી ભગવાન શ્રી રામની ભવ્ય રવાડી અને શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો તથા બજારોમાં નીકળશે. આ ધાર્મિક ઉત્સવની ગરિમા અને પવિત્રતા જળવાઈ રહે તે હેતુથી ગીર સોમનાથ જિલ્લા શિવસેના પ્રમુખ રાજુભાઈ બાંભણિયા દ્વારા કોડીનાર મામલતદારને એક લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. રામનવમીના દિવસે શહેરની તમામ નોન-વેજની રેકડીઓ, માંસ-મટનની દુકાનો તેમજ ફિશ માર્કેટ સંપૂર્ણપણે બંધ રાખવા વિનંતી કરવામાં આવી છે.