તાલુકા પેન્શનર સમાજ-લાઠીની કારોબારી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશેષ રૂપે એડવોકેટ આર.સી. દવેનું સન્માન કરવામાં આવ્યું હતું. આર.સી. દવેની લાઠી તાલુકા વકીલ મંડળના પ્રમુખ તરીકે નિમણૂક થતા પેન્શનર સમાજના તમામ સભ્યોએ તેમને ફૂલહાર પહેરાવી તથા શાલ ઓઢાડીને ઉમળકાભેર સત્કાર્યા હતા.