લીલીયા શહેરની રામકૃષ્ણ સોસાયટી ઝોન-૨ માં સવારે ૧૦ કલાકે હાઉસ કનેક્શન આપવાની કામગીરીનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે તાલુકા કોંગ્રેસ પ્રમુખ નીતિનભાઈ ત્રિવેદીના વરદ હસ્તે શ્રીફળ વધેરી કાર્યને ખુલ્લું મૂકાયું હતું. આ તકે ઇન્ચાર્જ સરપંચ વિજયભાઈ શેખલીયા, સરપંચ જીવનભાઈ વોરા, પત્રકાર મનોજ જોષી, ગ્રામ પંચાયત સદસ્ય શોકતભાઈ શિરમાંન, રૂપાભાઈ ભરવાડ તેમજ ભનુભાઈ ડાભી અને મુકેશભાઈ માતરીયા સહિતના અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.