ગુજરાતમાં નશાબંધી અને ડ્રગ્સ વિરોધી અભિયાન વચ્ચે એક અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. કેગના તાજેતરના રિપોર્ટમાં રાજ્યના પોલીસ સ્ટેશનોમાં જપ્ત કરાયેલા ડ્રગ્સના જથ્થા અંગે ગંભીર સવાલો ઉભા કરવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર છેલ્લા ૧૨ વર્ષમાં જપ્ત કરવામાં આવેલા કુલ ડ્રગ્સમાંથી ૩૫% જથ્થો રેકોર્ડ પરથી ગાયબ જાવા મળ્યું છે.
ગુજરાત સરકાર ડ્રગ્સ વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિના દાવા કરે છે અને વખતોવખત ગુજરાતમાંથી, દરિયાકાંઠેથી કે સીમાઓ પરથી ડ્રગ્સ પકડ્યાના આંકડા પણ રજૂ કરે છે. પરંતુ આ ડ્રગ્સ પકડાઇ ગયાં બાદ તેનું શું થાય છે તેવો ખુલાસો કેગના રિપોર્ટમાં થયો છે. કેગના રિપોર્ટમાં આ સંદર્ભે મોટો ખુલાસો થયો છે. ૧૨ વર્ષમાં પોલીસે પકડેલાં ડ્રગ્સમાંથી ૨,૩૩૨ કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયાં અને ચોર ચોરી ગયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વાત આશ્ચર્યજનક લાગે તેવો છે, પણ આ હકીકત છે. પોલીસ અધિકારીઓએ જ પોતાના ખુલાસામાં આવી વિગતો જણાવી છે.
રિપોર્ટ મુજબ ઓક્ટોબર ૨૦૨૨થી જુલાઈ ૨૦૨૩ દરમિયાન આખા ગુજરાતમાંથી પોલીસે જપ્ત કરાયેલા ૬૫૧૦.૫૪ કિલો માદક પદાર્થોમાંથી માત્ર ૪૧૭૭.૮૬ કિલોનો નાશ કરવામાં આવ્યો હતો, જ્યારે ૨૩૩૨.૬૮ કિલો (લગભગ ૩૫%) ગાયબ થઈ ગયાનો ખુલાસો થયો છે. ઝ્રછય્એ આ મામલે ગૃહ વિભાગ પાસેથી ત્રણ મુખ્ય કારણોનો ખુલાસો મેળવ્યો છે. ઓક્ટોબર ૨૦૨૨થી જુલાઈ ૨૦૨૩ દરમિયાન જપ્ત કરાયેલા માદક પદાર્થના કેટલીક માત્રા ગુમ થવાનાં કારણ તરીકે ચોરીને જવાબદાર ઠેરવવામાં આવ્યું છે. જ્યારે કેટલોક જથ્થો, ખાસ કરીને ગાંજા, કચરો અથવા જંતુઓના કારણે ઉંદરો અને અન્ય પ્રાણી દ્વારા નાશ કરવામાં આવ્યો છે. આ પ્રકારનો તર્ક આપવામાં આવ્યો છે. તો ગાંજાના અને અફીણના લીલા છોડમાં ભેજ સુકાઈ જવાથી વજનમાં ઘટાડો થયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
સૌથી વધુ આશ્ચર્યજનક બાબત એ છે કે આટલા મોટા જથ્થાના ગાયબ થવા પાછળ પોલીસ તંત્ર દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે કાં તો આ જથ્થો ઉંદરો ખાઈ ગયા છે અથવા તો ચોરી થઈ ગઈ છે. ગુજરાતમાં ૨,૩૩૨ કિલો જેટલો માતબર જથ્થો ઉંદરો કેવી રીતે સાફ કરી શકે તે અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. આટલા કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે કરોડોની કિંમતનું ડ્રગ્સ ‘ગાયબ’ થઈ જવું એ તંત્રની કામગીરી સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કરે છે. કેગ દ્વારા કરવામાં આવેલા ઓડિટમાં જપ્ત કરાયેલા ડ્રગ્સ અને તેના નિકાલ વચ્ચે મોટું અંતર જાવા મળ્યું છે. છેલ્લા ૧૨ વર્ષમાં પોલીસે અંદાજે ૬,૫૧૦ કિલો ડ્રગ્સ જપ્ત કર્યું હતું. તેમાંથી માત્ર ૪,૧૭૭ કિલો ડ્રગ્સનો જ કાયદેસર રીતે નિકાલ કરવામાં આવ્યો છે. બાકીના ૨,૩૩૨ કિલો ડ્રગ્સના જથ્થાનો કોઈ હિસાબ મળતો નથી.
આ મામલે નિષ્ણાતો અને વિપક્ષો દ્વારા અનેક સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. કેગનો આ રિપોર્ટ ગુજરાત પોલીસની ડ્રગ્સના નિકાલ માટેની પ્રક્રિયાની પોલ ખોલે છે. ૩૫% જથ્થાનો હિસાબ ન મળવો એ માત્ર આંકડાકીય ભૂલ નથી, પરંતુ એક ગંભીર ગુનાહિત બેદરકારી હોઈ શકે છે. આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ થાય અને જવાબદારો સામે કડક પગલાં લેવાય તે અનિવાર્ય છે.
ગાંધીનગર સ્થિત સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલવે વિભાગના રેકોર્ડ મુજબ, ઓગસ્ટ વર્ષ ૨૦૧૦ થી ૨૦૨૨ દરમિયાન વિવિધ એજન્સીઓએ કુલ ૬,૫૧૦.૫૪ કિલો માદક દ્રવ્યો જપ્ત કર્યા હતા. જાકે, તપાસ દરમિયાન જાણવા મળ્યું કે વાસ્તવમાં માત્ર ૪,૧૭૭.૮૬ કિલો જથ્થાનો જ નિકાલ કરવામાં આવ્યો હતો, જે મૂળ જથ્થા કરતા ૩૫% ઓછો છે. આ નોંધપાત્ર તફાવત માટે વિભાગ દ્વારા ગાંજાની ચોરી, ઉંદરો દ્વારા થતું નુકસાન અને ભેજને કારણે વજનમાં થતો ઘટાડો જેવા કારણો રજૂ કરવામાં આવ્યા હતા. તેમ છતાં, આટલો મોટો તફાવત ડ્રગ્સના સંગ્રહ અને તેની નિકાલ પ્રક્રિયામાં રહેલી ગંભીર ખામીઓ તરફ નિર્દેશ કરે છે, જે આ વ્યવસ્થામાં તાત્કાલિક સુધારાની જરૂરિયાત દર્શાવે છે.
સરકારે ખુલાસો કર્યો છે કે ઓગસ્ટ ૨૦૧૦ અને નવેમ્બર ૨૦૨૨ વચ્ચે ૧૭ કેસોમાં ૬,૫૧૦.૫૪ કિલો અને ૮૪૮ બોટલ નાર્કોટિક ડ્રગ્સ અને નિયંત્રિત પદાર્થો જપ્ત કર્યા હતા. કાર્યાલયે દાવો કર્યો હતો (જાન્યુઆરી ૨૦૨૫) કે તેણે ઓગસ્ટ ૨૦૨૧ અને નવેમ્બર ૨૦૨૪ વચ્ચે આ કેસોને લગતી બધી દવાઓનો નિકાલ કર્યો હતો. જા કે, ઓક્ટોબર ૨૦૨૨ અને જુલાઈ ૨૦૨૩ વચ્ચે જપ્ત કરાયેલા માદક દ્રવ્યોના જથ્થા (૬,૫૧૦.૫૪ કિલો) ની સરખામણીમાં નિકાલ કરાયેલા વાસ્તવિક જથ્થા (૪.૧૭૭.૮૬ કિલો) માં નોંધપાત્ર તફાવત (૩૫ ટકા) હતો. અધિક પોલીસ મહાનિર્દેશક ઓફિસે (ફેબ્રુઆરી (૨૦૨૪) ડ્રગ્સના નિકાલમાં થયેલી ઉણપ માટે આ કારણો જવાબદાર ગણાવ્યા.










































