ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લાંબી ટેસ્ટ શ્રેણી માટે તૈયારીઓ ફરી શરૂ થઈ ગઈ છે. તેને બોર્ડર ગાવસ્કર ટ્રોફી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ શ્રેણી વર્લ્ડ કપ ટેસ્ટ ચેમ્પિયન શિપના ભાગ રૂપે રમાશે, જે તેને વધુ મહત્વપૂર્ણ બનાવે છે. શ્રેણી હજુ થોડો સમય દૂર છે, પરંતુ એ તે પહેલાં તેનું સમયપત્રક જાહેર કરી દીધું છે. જા ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન શિપ ફાઇનલમાં રમવાની હોય તો આ શ્રેણી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.
આ વખતે, ઓસ્ટ્રેલિયન ટીમ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ભારતની મુલાકાતે આવશે. શ્રેણી દરમિયાન પાંચ ટેસ્ટ મેચ રમાશે. શ્રેણી જાન્યુઆરીના અંતમાં શરૂ થશે અને માર્ચની શરૂઆત સુધી ચાલુ રહેશે. આ મેચો નાગપુર, ચેન્નાઈ, ગુવાહાટી, રાંચી અને અમદાવાદમાં યોજાશે. શ્રેણી માટે ના શેડ્યૂલ મુજબ, નાગપુરમાં રમાનારી પહેલી મેચ ૨૧ જાન્યુઆરીથી શરૂ થશે. બીજી મેચ ૨૯ જાન્યુઆરીથી ૩ ફેબ્રુઆરી સુધી ચેન્નાઈમાં રમાશે. શ્રેણીની ત્રીજી મેચ ૧૧ ફેબ્રુઆરીથી ગુવાહાટીમાં રમાશે. ચોથી મેચ ૧૯ ફેબ્રુઆરીથી શરૂ થશે અને રાંચીમાં રમાશે. શ્રેણીની અંતિમ અને પાંચમી મેચ ૨૭ ફેબ્રુઆરીથી ૩ માર્ચ સુધી અમદાવાદના ઐતિહાસિક નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
ઓસ્ટ્રેલિયા સામેની આ શ્રેણી ભારત માટે ખૂબ મહત્વ ધરાવે છે. એવું માનવામાં આવે છે કે આ શ્રેણી નક્કી કરશે કે ટીમ ઇન્ડિયા આગામી વર્ષે યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચશે કે નહીં. જાકે, તે પહેલાં, ભારતીય ટીમ અન્ય ઘણા દેશો સામે ટેસ્ટ શ્રેણી રમશે, અને તેમને તે પણ જીતવી પડશે. વેસ્ટ ઇન્ડીઝ, શ્રીલંકા અને ઝિમ્બાબ્વે સામે ઘરઆંગણે શ્રેણીનું શેડ્યૂલ જાહેર કર્યું છે. ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સિવાય બાકીની ટીમો સામે અને ટી૨૦ આંતરરાષ્ટ્રીય શ્રેણી રમશે. આ બધી ટીમો ભારતનો પ્રવાસ કરશે.
બોર્ડર ગાવસ્કર ટ્રોફી ૨૦૨૭ શેડ્યૂલ
પ્રથમ ટેસ્ટઃ ૨૧ જાન્યુઆરીથી ૨૫ જાન્યુઆરી (નાગપુર)
બીજી ટેસ્ટઃ ૨૯ જાન્યુઆરીથી ૨ ફેબ્રુઆરી (ચેન્નાઈ)
ત્રીજી ટેસ્ટઃ ૧૧ ફેબ્રુઆરીથી ૧૫ ફેબ્રુઆરી (ગુવાહાટી)
ચોથી ટેસ્ટઃ ૧૯ ફેબ્રુઆરીથી ૨૩ ફેબ્રુઆરી (રાંચી)
પાંચમી ટેસ્ટઃ ૨૭ ફેબ્રુઆરીથી ૩ માર્ચ (અમદાવાદ)















































