ગુજરાત વિધાનસભાના સત્રના ૨૨માં દિવસે આજે ઈતિહાસ રચાયો છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સમાન નાગરિક સંહિતા એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ બિલ ગૃહમાં રજૂ કર્યું છે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે વિધાનસભામાં સાધુ-સંતોનું પણ આગમન થયું હતું. બિલ રજૂ કરતા પહેલા હર્ષ સંઘવીએ આ દિવસને ‘સોનેરી દિવસ’ ગણાવ્યો હતો.
ગુજરાત સરકાર દ્વારા યુસીસી માટેની તૈયારીઓ ઘણા સમયથી ચાલી રહી હતી. આ અંતર્ગત ૪ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ રાજ્ય સરકાર દ્વારા એક વિશેષ કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીએ સતત એક વર્ષ સુધી રાજ્યના વિવિધ વર્ગો અને નિષ્ણાતોના વ્યાપક અભિપ્રાયો મેળવ્યા હતા. ત્યારબાદ, તાજેતરમાં જ કમિટીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ અંગેનો પોતાનો આખરી અહેવાલ સોંપ્યો હતો, જેના આધારે જ આજે આ ૨૦૯ પેજનું બિલ રજૂ કરવામાં આવ્યું છે.

દેશમાં ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું એવું રાજ્ય છે જે સમાન નાગરિક સંહિતા લાવી રહ્યું છે. હર્ષ સંઘવીએ આ સાહસિક નિર્ણય બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અભિનંદન પાઠવ્યા હતા. આ બિલ પસાર થયા બાદ લગ્ન, છૂટાછેડા, વારસાઈ હક્ક અને દત્તક વિધાન જેવા મામલાઓમાં તમામ નાગરિકો માટે એક સમાન કાયદો અમલી બનશે.