વલસાડ જિલ્લાના ઉમરગામના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકરના પુત્રનું અવસાન થયું છે. રમણ પાટકરના પુત્ર વિલાસ પાટકરનું અવસાન થતાં જ સમગ્ર વલસાડ જિલ્લા ભાજપ પરિવાર શોકમાં છે.
આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્યના નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઈ પણ પુત્રના અવસાનથી દુઃખી રમણ પાટકરને સાંત્વના આપવા પહોંચ્યા હતા. ભુપેન્દ્ર પટેલ રમણ પાટકરના ગામ ધોડીપાડામાં તેમના નિવાસ્થાને પહોંચી વિલાસ પાટકરને શ્રધાંજલિ પાઠવી હતી અને દુઃખની ઘડીમાં ભાજપ પરિવાર રમણ પાટકરની સાથે હોવા નો અહેસાસ કરાવ્યો હતો. મહત્વપૂર્ણ છે કે રમણ પાટકરના પુત્ર વિલાસ પાટકર છેલ્લા કેટલાક સમયથી ગંભીર બીમારીથી પીડાતા હતા.
આથી લાંબી માંદગી બાદ તેઓનું દુઃખદ અવસાન થતાં જ સમગ્ર પાટકર પરિવાર અને તેમના સમર્થકોમાં શોકની લહેર છે. તો પોતાના પુત્રના અવસાન બાદ સીએમ પોતે નિવાસન પર આવી અને પરિવારને સાંત્વના પાઠવતા રમણ પાટકરે પણ સીએમનો આભાર માન્યો હતો.









































