શહેરી વિકાસ વિભાગ અને ગુજરાત અર્બન લાઇવલીવુડ મિશનના સહયોગથી અમરેલી નગરપાલિકા દ્વારા સીનીયર સિટીઝન પાર્ક ખાતે ૧૦ દિવસીય શોપિંગ ફેસ્ટિવલનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળાનું ઉદઘાટન રાજય મંત્રી કૌશિકભાઈ વૈકરીયાના હસ્તે કરાયું હતું. ‘હર ઘર સ્વદેશી’ના સૂત્રને સાર્થક કરતા આ પ્રદર્શનમાં સ્વ-સહાય જૂથની બહેનો અને સ્થાનિક વેપારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દસ દિવસ દરમિયાન અંદાજે રૂ. ૧૪,૫૦,૭૧૨/-ની રકમ નોંધાઈ હતી. સ્વેદેશી મેળામાં માતબર વસ્તુનું વેચાણ નોંધાયું હતું. આ પહેલથી સ્થાનિક રોજગારીમાં વધારો થવાની સાથે રાજ્યની આર્થિક પ્રગતિને પણ વેગ મળ્યો છે.





































