હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યુ છે ત્યારે વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા વિવિધ મુદાઓ અંગે રાજયમંત્રીઓને પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે. જેમાં લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે અમરેલી જિલ્લામાં ખાદ્યપદાર્થોના અત્યાર સુધીના કેટલા નમૂના લેવામાં આવ્યા છે તે અંગે પ્રશ્ન પૂછવામાં આવતા આરોગ્યમંત્રીએ આ બાબતે પ્રશ્નોના જવાબ આપતા જણાવ્યુ હતુ કે, અમરેલી જિલ્લામાં સન-ર૦ર૪મા ખાદ્યપદાર્થોના કુલ ૧૪પ નમૂના જયારે સન-ર૦રપમા ૧૬૭ નમૂના લેવામાં આવ્યા હતા. જેમાંથી રપ૪ નમૂના પ્રમાણીત થયા હતા.
જયારે ૧પ બિનપ્રમાણીત રહ્યા હતા. ૪૩ નમૂના હાલ ચકાસણીમાં રહેલા છે. બિનપ્રમાણીત ખાદ્યપદાર્થમાં દૂધ-૮ર લીટર કિંમત રૂ.૧૬૬૩૦ તેમજ ઘી -૧૦ કિગ્રા કિંમત રૂ.૭૦૦૦ હોવાનું જણાવ્યુ હતુ. હાલ તંત્ર દ્વારા કુલ ૧૧ કેસ કરવામાં આવ્યા હતા. જેમાંથી ૧ સામે હાલમાં કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોવાનું અંતમાં આરોગ્યમંત્રીએ જણાવ્યુ હતુ.




































