શુક્રવારે મધ્ય તુર્કીમાં ૫.૫ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સી એએફએડી અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ તુર્કીના નિકસરમાં હતું અને ૬.૪ કિલોમીટરની ઊંડાઈએ હતું.એએફએડીના જણાવ્યા મુજબ, ભૂકંપ સવારે ૩ઃ૩૫ વાગ્યે આવ્યો હતો અને તે ઘણા પ્રાંતોમાં અનુભવાયો હતો. એજન્સીએ જણાવ્યું હતું કે ભૂકંપને કારણે કોઈ નુકસાન થયું નથી. જાકે, ઠંડી હોવા છતાં, ઘણા લોકો ડરથી પોતાના ઘર છોડીને ભાગી ગયા હતા અને પાછા ફરતા ડરતા હતા.
એજન્સીએ અહેવાલ આપ્યો છે કે ભૂકંપના આંચકાથી ગભરાયેલા ઘણા લોકો રસ્તાઓ પર અથવા તેમના વાહનોમાં રાહ જાતા જાવા મળ્યા હતા. તુર્કી મુખ્ય ભૂકંપીય ફોલ્ટ લાઇન પર આવેલું છે, જેના કારણે અહીં વારંવાર ભૂકંપ આવે છે. ૨૦૨૩ માં, તુર્કીમાં ૭.૮ ની તીવ્રતાના વિનાશક ભૂકંપમાં ૫૩,૦૦૦ થી વધુ લોકો માર્યા ગયા હતા અને ૧૧ દક્ષિણપૂર્વ પ્રાંતોમાં હજારો ઇમારતો નાશ પામી હતી. આ ભૂકંપમાં તુર્કીના પડોશી દેશ ઉત્તર સીરિયામાં પણ આશરે ૬,૦૦૦ લોકોના જીવ ગયા હતા.
ભૂકંપ દરમિયાન વિવિધ સાવચેતી રાખવાથી નોંધપાત્ર સંખ્યામાં લોકોનો જીવ બચી શકે છે. સૌ પ્રથમ, ભૂકંપ દરમિયાન ગભરાવું જાઈએ નહીં, અને ‘ડ્રોપ, કવર અને હોલ્ડ ઓન’ તકનીક અપનાવવી જાઈએ. આ હેઠળ, હાથ અને ઘૂંટણ વાળો, મજબૂત ટેબલ અથવા ડેસ્ક નીચે છુપાવો અને તેને પકડી રાખો. જા કોઈ આશ્રય ન હોય, તો તમારા માથા અને ગરદનને હાથથી ઢાંકો અને દિવાલના ખૂણામાં બેસો. લિફ્ટ, સીડી, બારીઓ અથવા દરવાજાની નજીક ન જાઓ. જા તમે બહાર હોવ, તો ખુલ્લા મેદાનમાં રહો, ઇમારતો, ઝાડ અથવા ઇલેક્ટ્રીક થાંભલાથી દૂર રહો. ભૂકંપના આંચકા બંધ થાય ત્યાં સુધી રાહ જુઓ, પછી જ્યારે આંચકા બંધ થાય, ત્યારે સલામત સ્થળે પહોંચો.