અમરેલી શહેરના બહારપરા વિસ્તારમાં કૌટુંબિક ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. સામાન લેવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલી બાદ ભાઈ અને તેના સાથીઓએ મળીને બહેન, ભાણી અને ભાણેજ પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. બંને પક્ષોએ સામ સામી ફરિયાદ નોંધાઈ હતી. ઉમાબેન રાજુભાઈ ચૌહાણે રાજેશભાઇ ભાનુભાઇ વાઘેલા, રાજુભાઇ બચુભાઇ વેગડ, કલ્પનાબેન રવિભાઇ પરમાર, કિરણબેન રાજુભાઇ વેગડ તથા જીનુબેન ડાયાભાઇ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ અને તેમની પુત્રી પાયલબેન તેમના ભાઈ રાજેશભાઈના ઘરે સામાન લેવા ગયા હતા. તે સમયે રાજેશભાઈએ સામાન લેવા દીધો ન હતો અને બહેન સાથે માથાકૂટ કરી હતી. સાંજના સમયે તેઓ દૂધના પૈસા આપવા જઈ રહ્યા હતા તે સમયે આરોપી રાજેશભાઈ ભાનુભાઈ વાઘેલા અને રાજુભાઈ બચુભાઈ વેગડ ત્યાં હાજર હતા અને તેમને ગાળો આપવા લાગ્યા હતા. તેમણે ગાળો આપવાની ના પાડતા બંને આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને મહિલાને ઢીકાપાટુનો માર મારી માથાના વાળ પકડી ખેંચતા પાયલબેને વચ્ચે પડી માતાને વધુ માર ખાતા બચાવ્યા હતા. જ્યારે તેઓ અને તેમની પુત્રી રિક્ષા કરીને બહારપરા પોલીસ ચોકીએ ફરિયાદ કરવા જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં ફુલારા ચોક પાસે અન્ય બે આરોપી મહિલાઓ કલ્પનાબેન રવિભાઈ પરમાર અને કિરણબેન રાજુભાઈ વેગડે તેમની બીજી પુત્રી જ્યોતિને રોકી ઢીકાપાટુનો માર માર્યો હતો. આટલું જ નહીં, ફરિયાદીના નાના દીકરા નક્ષને પણ આરોપી જીલુબેન વાઘેલાએ ઢીકા માર્યો હતો. આરોપી રાજેશભાઈએ તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જે બાદ ભાનુભાઇ પુંજાભાઇ વાઘેલાએ ઉમાબેન રાજુભાઇ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી હતી. તેઓ તથા સાહેદ કિરણબેન પોતાના ઘરે હોય ત્યારે આરોપી ઉમાબેન વારાજુભાઇ ચૌહાણ ઘરે આવીને તેમની તથા સાહેદ સાથે માથાકુટ કરવા લાગ્યા હતા. તેઓ તથા તેનો દિકરો શીલુબેનની દુકાને પાસે રોડ ઉપર ઉભા હોય ત્યા આરોપીએ આવી તેમને તથા તેમના દિકરાને ગાળો આપી હતી. તેમને ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.



































