કર્ણાટકના બેલાગવી જિલ્લામાં આવેલા પ્રખ્યાત શ્રી રેણુકા યેલમ્મા મંદિરમાં દાનની ગણતરી કરવામાં આવી છે. પૈસાની ગણતરીનો એક વીડિયો સામે આવ્યો છે. મંદિરના કર્મચારીઓ અને કેટલાક વિદ્યાર્થીઓ ગણતરીમાં સામેલ હતા. અહેવાલો અનુસાર, મંદિરને ૩.૦૭ કરોડનું દાન મળ્યું છે. આમાં રોકડ તેમજ ઘરેણાંનો પણ સમાવેશ થાય છે. ગણતરી ૯ થી ૧૨ માર્ચ દરમિયાન થઈ હતી, અને લોકો નોટો ગણીને કંટાળી ગયા હતા.
હકીકતમાં, જિલ્લામાં આવેલા શ્રી રેણુકા યેલમ્મા મંદિરમાં દરરોજ ભક્તોની લાંબી કતારો જાવા મળે છે. ભક્તો સ્વેચ્છાએ દાન પણ આપે છે. ૩.૦૭ કરોડનો રેકોર્ડ સંગ્રહ પ્રાપ્ત થયો છે. શ્રી રેણુકા યેલમ્મા મંદિર બેલાગવી જિલ્લામાં સવદત્તી તાલુકાની સીમમાં આવેલું છે. યેલમ્મા મંદિરના દાન પેટીઓમાંથી મળેલા દાનની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. કુલ ?૩.૦૭ કરોડ એકત્રિત કરવામાં આવ્યા છે.
આ સંગ્રહમાં ૨.૭૮ કરોડ રોકડા, ૧૬.૧૬ લાખના ૧૦૦ ગ્રામ સોનાના દાગીના અને ૧૨.૩૫ લાખના ૪ કિલો ૫૪૭ ગ્રામ ચાંદીના દાગીનાનો સમાવેશ થાય છે. ગયા અઠવાડિયે પણ દાનની ગણતરી કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, ૯ માર્ચથી ૧૨ માર્ચ દરમિયાન ગણતરી દરમિયાન રેકોર્ડ દાન એકત્રિત કરવામાં આવ્યું હતું. મંદિરના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા સંયુક્ત રીતે ગણતરી કરવામાં આવી હતી.
નોટોની ગણતરીના વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં ડઝનેક લોકો એક સાથે નોટો ગણતા દેખાય છે. સિક્કા અલગથી ગણાય છે અને દાગીના અલગથી ગણાય છે. એક વીડિયોમાં, એક કર્મચારી ગણતરી માટે ટ્રેમાં નોટો વહેંચતો જાઈ શકાય છે. વીડિયોમાં લાંબા ટેબલ પર મૂકેલી નોટો બતાવવામાં આવી છે.







































