અમરેલી જિલ્લામાંથી પોલીસે વિવિધ સ્થળેથી છ શરાબી ઝડપી પાડ્‌યા હતા. પચપચીયા ગામેથી બે, બગસરા, જાફરાબાદ, અમરેલી, સાવરકુંડલામાંથી એક-એક મળી કુલ છ ઈસમો પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા. વડીયામાંથી બે લીટર અને જાફરાબાદમાંથી બે લીટર મળી ચાર લીટર દેશી દારૂ પકડાયો હતો.