રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા સરકારી આંકડા અનુસાર, ફેબ્રુઆરી ૨૦૨૬માં છૂટક ફુગાવો વધીને ૩.૨૧ ટકા થયો, જે જાન્યુઆરીમાં ૨.૭૫ ટકા હતો ૨૦૨૬. માહિતી અનુસાર, ભારતમાં સીપીઆઇ-આધારિત છૂટક ફુગાવો ફેબ્રુઆરીમાં ખાદ્ય ચીજવસ્તુઓ, કપડાં, રહેઠાણ અને ઉપયોગિતા સેવાઓના ઊંચા ભાવને કારણે વધ્યો હતો.
સીપીઆઇ -આધારિત ફુગાવો છેલ્લા સાત મહિનામાંથી છ મહિનામાં ભારતીય રિઝર્વ બેંકના ૨-૬% લક્ષ્યાંકના નીચલા સ્તરમાં રહ્યો છે. જાકે, રિઝર્વ બેંકે તેની નવી નાણાકીય નીતિમાં મુખ્ય નીતિ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. જાકે, પશ્ચિમ એશિયામાં સંઘર્ષની તેલ અને ગેસ, ખાદ્ય ચીજવસ્તુઓ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના ભાવ પર અસરને કારણે,આરબીઆઇ એપ્રિલની શરૂઆતમાં તેની આગામી નાણાકીય નીતિ બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કરશે નહીં.
એ નોંધવું જાઈએ કે ખાદ્ય ચીજવસ્તુઓ સીપીઆઇનો મોટો ભાગ બનાવે છે. જૂન ૨૦૨૫ થી, ખાદ્ય ફુગાવો નકારાત્મક બન્યો છે, અને કિંમતો સતત એક વર્ષ પહેલા કરતા ઓછી રહી છે. આના કારણે સીપીઆઇ-આધારિત ફુગાવામાં તીવ્ર ઘટાડો થયો, જે ઓક્ટોબર ૨૦૨૫ માં ૦.૨૫% ના સર્વકાલીન નીચલા સ્તરે પહોંચ્યો. ખાદ્ય ફુગાવો પણ -૫.૦૨% ના રેકોર્ડ નીચલા સ્તરે પહોંચ્યો.








































