વાત ગળા નીચે ઉતરે તેમ નથી પણ આ ટેક્નોલોજીનો યુગ છે. ભાવનગર શહેરના ગંગાજળીયા તળાવમાં આવેલી ડીસ્ટ્રીક કો ઓપરેટીવ બેંકમાંથી ઓનલાઇન હેકર્સે ૭.૩૫ કરોડ ચાર સામાન્ય શખ્સોના ખાતાનો ઉપયોગ કરીને લૂંટી લીધા છે. બેન્ક ગાંધીનગર સીઆઇડી સાઇબર ક્રાઇમમાં ફરીયાદ કરવા દોડી ગઈ હતી. સવાલ એ છે ૧૩૨ કરોડમાંથી બીજા પૈસા કેવી રીતે બચી ગયા અને કોણ છે આ હેકર્સ?
સાયબર ફ્રોડના કિસ્સાઓ વિશે હાલમાં દેશમાં જાગૃતિ આવી ગઈ છે. લોકો સાયબર ફ્રોડને લઈને જાગૃત પણ બન્યા છે, પરંતુ એક એવો કિસ્સો સામે આવ્યો છે, જે જાણીને તમે પણ ચોંકી જશો. ભાવનગર શહેરની ડીસ્ટ્રીક  કોપરેટીવ બેંકની ચાર શાખાઓમાંથી ખાતેદારોના ખાતામાંથી હેકર્સ દ્વારા બેંકની મૂળ થાપણ કરોડોમાં હોય તેમાંથી ૭.૩૫ કરોડ જેવી રકમ ઉઠાવી ગયા છે. પ્રશ્ન એ છે એ રજાના દિવસમાં બેંક બંધ હતી છતાં આ શકિત  કેમ બન્યું. જા કે બેંક ફરીયાદ કરવા ગાંધીનગર દોડી ગઈ હતી.
ભાવનગર શહેરના ગંગાજળીયા તળાવમાં આવેલી ડિસ્ટ્રીક કો. ઓપરેટીવ બેંકમાં ૭.૩૫ કરોડો રૂપિયાની રકમ ઓનલાઇન ઉઠાવી લીધી છે. આ બનાવને પગલે બેંકના ચેરમેન રસિકભાઈ ભીંગરાડિયાએ જણાવ્યું હતું કે, “આમ તો ઘટના બની શનિવાર સાંજથી આ લોકોની તૈયારી હશે. રવિવારને ધ્યાનમાં રાખીને આ કાવતરું કર્યું છે. સોમવારે સવારે ૧૦.૦૦ કલાકે બેંક ખોલી અને જે ટેબલ સંભાળતા હતા તેને ખોલીને જાયું તો દર રજામાં ૫૦ થી ૬૦ લાખની રકમ મોબાઈલથી ટ્રાન્સફર થતી હોય છે. આમાં ૭ કરોડથી વધુનો આંકડો પાર જાયો એટલે તેમને સીઇઓને બોલાવ્યા અને જાયુ તો સાત કરોડ ઉપર રકમ ઉપડી ગઈ હતી, એટલે અમારું જે સોફ્ટવેર છે, તે કંપનીને જાણ કરી અને સિસ્ટમ બંધ કરી દીધી હતી.”
ચેરમેન રસિકભાઈ ભીંગરાડિયાએ જણાવ્યું હતું કે “અમારે સોફ્ટવેરવાળા જે કંપનીવાળા હતા, તેને બોલાવ્યા અને તેમાં તપાસ કરી તો ડિસ્ટ્રીક કોપરેટીવ બેંકની ચાર બ્રાન્ચ સીદસર, સુભાષનગર, ભરતનગર અને તળાજા જેમાંથી એક એક વ્યકિતના  ખાતામાંથી કે જે ખેડૂત ખાતેદાર પણ નહોતા. સામાન્ય લોકો હતા, તેના ખાતામાં જ્યાં બેલેન્સ પણ હજાર, ૨૦૦૦ કે ૩૦૦૦ જેવી હોય તેના ખાતાનો ઉપયોગ કરીને ૭.૩૫ કરોડ જેવી રકમ આ લોકોએ ઉપાડી લીધી છે.”
રસિકભાઈ ભીંગરાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, “આ રકમ કોઈ ખાતેદારોની નથી ગઈ. અમારી બેંકની ડિપોઝિટ જેસી બેંકમાં પડી હોય તેમાંથી ઉપડી છે, તેના માટે આંકડો તૈયાર કરી ગઈ કાલે બપોર પછી અમારી ટીમ ગાંધીનગર ગઈ અને એફઆઇઆર લખાવી હતી. નિયમ મુજબ ગાંધીનગર સીઆઇડી સાઇબર ક્રાઈમ બ્રાન્ચમાં પણ ખરેખર અહીંયા ભાવનગરમાં એફઆઇઆર બને, એટલા માટે એ લોકો અહીંયા આવી કોર્ટમાં જજ સમક્ષ અમે રાખી અમારા માણસ પાસેથી તેના નામની એફઆઇઆર લીધી છે. એફઆઇઆરમાં બધી વિગત અમારી આવી ગઈ છે.”
ભાવનગર ડીસ્ટ્રીક  કો-ઓપરેટીવ બેંકના ચેરમેન રસિકભાઈ ભીંગરાડીયાએ જણાવ્યું હતું કે, “આવા બનાવો તો બનતા હોય છે, મારે કોઈ કંપની સામે શંકા નથી પણ જે સોફ્ટવેર હતું તે નબળું કહી શકાય કે આ લોકો માસ્ટર છે, તેમાં ઊંડા ઊતર્યા અને આ કર્યું છે. આ બેંકમાં અમારા વધારાના ૧૩૨ કરોડ રૂપિયા હતા. તેમાંથી આ ૭.૩૫ કરોડ રૂપિયા ઉપડી ગયા છે. અમારી હાલ બેંક બંધ છે નવું સોફ્ટવેર ટીસીએસ કંપનીનું લેવા માટેની અમારી તજવીજ ચાલુ છે. હજુ એક કે બે દિવસ બેંકની પ્રક્રિયા છે, ત્યારબાદ પુનઃ બેંકને શરૂ કરવામાં આવશે. જા કે બેન્ક ઘટનાથી વાકેફ સોમવારે થઈ અને મંગળવારે ટીમ ગાંધીનગર ગઈ અને બુધવારે સવારે ઓનલાઇન ફરીયાદ નોંધાઈ ગઈ હતી.