ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન એમએસ ધોનીને મહાન કેપ્ટનોમાંના એક માનવામાં આવે છે, અને ટીમ ઇન્ડિયાએ તેમના નેતૃત્વ હેઠળ અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે. જાકે, ધોની પર ટીમ ઇન્ડિયામાંથી કેટલાક અગ્રણી ખેલાડીઓની હકાલપટ્ટીમાં મુખ્ય ભૂમિકા ભજવવાનો પણ આરોપ છે. તે સમયે ભારતીય ટીમના મુખ્ય પસંદગીકાર સંદીપ પાટીલે હવે એક યુટ્યુબ શોમાં આ બાબતે નિવેદન આપ્યું છે. સંદીપ પાટીલે ખુલાસો કર્યો કે શું ધોનીએ પસંદગી સમિતિની બેઠકમાં ક્્યારેય યુવરાજ સિંહને ટીમમાંથી બહાર કરવા અંગે વાત કરી હતી.
ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ મુખ્ય પસંદગીકાર સંદીપ પાટીલે યુવરાજ સિંહની બહાર કરવા અંગે એમએસ ધોની પર લાગેલા આરોપો અંગે યુટ્યુબ શોમાં કહ્યું, “ધોનીએ ક્્યારેય પસંદગી સમિતિની બેઠકમાં કે કોઈ પણ પ્રવાસ દરમિયાન યુવરાજ સિંહને બહાર કરવાનું કહ્યું નથી. હું આ વાત રેકોર્ડ પર કહી રહ્યો છું. ધોનીએ હંમેશા પસંદગી સમિતિ પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. યુવરાજ સિંહને ટીમમાંથી બહાર કરવાના નિર્ણયમાં ધોનીની કોઈ ભૂમિકા નહોતી. તેણે ક્્યારેય પસંદગી પ્રક્રિયામાં દખલગીરી કરી નથી.” સંદીપ પાટીલે જણાવ્યું હતું કે પસંદગી સમિતિ હંમેશા નક્કી કરતી હતી કે ટીમમાં કોને સામેલ કરવો જાઈએ અને કોને નહીં.
જ્યારથી યુવરાજ સિંહને ટીમ ઇન્ડિયામાંથી બહાર કરવામાં આવ્યો છે, ત્યારથી તેના પિતાએ અનેક વખત આ માટે ધોનીને જાહેરમાં દોષી ઠેરવ્યા છે. યોગરાજ સિંહના મતે, યુવરાજ પાસે તે સમયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ચારથી પાંચ વર્ષ વધુ હતા. તે આ માટે ધોનીને ક્યાંરેય માફ કરશે નહીં. યુવરાજ સિંહને વિશ્વ ક્રિકેટના મહાન મેચ વિજેતાઓમાંના એક માનવામાં આવે છે, જેમણે ૨૦૦૭ ના ટી ૨૦ વર્લ્ડ કપ અને ૨૦૧૧ ના વનડે વર્લ્ડ કપ જીતવામાં ટીમ ઇન્ડિયાને મદદ કરવામાં બેટ અને બોલ બંનેથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.














































