અમરેલી જિલ્લામાં વિવિધ જગ્યાએથી ૨૮ લોકો પાસેથી પીવાનો દેશી દારૂ મળ્યો હતો. સનાળી ગામ પ્લોટ વિસ્તારમાંથી ૪૫ લીટર , કોવાયા બાલકૃષ્ણ હોટલ પાસેથી ૧૫ લીટર, અમરેલીમાંથી ૩૦ લીટર તથા ચલાલામાંથી ૧૦ લીટર મળી કુલ ૧૦૦ લીટર દેશી દારૂ બનાવવાનો આથો ઝડપાયો હતો. આ સિવાય જિલ્લામાંથી ૮ ઈસમો કેફી પીણું પીને ફરતી હાલતમાં મળી આવ્યા હતા.




































