અમરેલી જિલ્લામાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થતા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. આ પ્રસંગે આચાર્ય સંઘના પ્રમુખ મુકુંદભાઈ મહેતા, ઝોનલ અધિકારી નિખિલભાઈ વસાણી, સેન્ટ મેરી સ્કૂલના પ્રિન્સિપાલ ફાધર બીનું તથા આઈ. પી. બારડે હાજર રહીને કાર્યક્રમની શોભા વધારી હતી. આ તમામ મહાનુભાવોએ વિદ્યાર્થીઓને ગુલાબનું પુષ્પ અને ચોકલેટ અર્પણ કરીને વહાલપૂર્વક આવકાર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.