અમરેલી જિલ્લામાં આપઘાતની વધુ બે ઘટના પોલીસ ચોપડે નોંધાઈ હતી. વડીયાના પીપળીયા ગામે ઠપકો આપતાં સગીરાએ ગળાફાંસો ખાધો હતો. જ્યારે બાબરાના કલોરાણા ગામે યુવકે ઝેરી ટીકડા પીધા હતા. આ અંગે ઢુંઢીયાપીપળીયા ગામે રહેતા હકાભાઈ અમરાભાઈ બોરીચા (ઉ.વ.૫૦)એ જાહેર કર્યા મુજબ, તેમની પુત્રી તામસી મગજની હતી. કામકાજ બાબતે ઠપકો આપતાં ગમતું નહોતું, જેથી ગળાફાંસો ખાઈ જતાં મરણ પામ્યા હતા. બીજા બનાવમાં બાબરાનો કલોરાણા ગામે રહેતા જુગાભાઈ ગાંડાભાઈ ઝાપડીયા (ઉ.વ.૫૧)એ જાહેર કર્યા મુજબ, સંજયભાઈ જુગાભાઈ ઝાપડીયા (ઉ.વ.૩૧) હિરા ઘસવાથી કંટાળી ગયા હતા. જેથી મનમાં લાગી આવતાં અનાજમાં નાખવાના ઝેરી ટીકડા પી જતાં સારવાર દરમિયાન મરણ પામ્યા હતા.








































