લીલીયા તાલુકાના આંબા ગામે આગામી ૫ મી માર્ચ, ગુરુવારના રોજ ‘જય શ્રી આપાગીગા હિન્દુ સંમેલન સમિતિ’ દ્વારા એક વિશાળ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી જગદીશભાઈ બુટાણીના અધ્યક્ષસ્થાને મળેલી મહત્વની બેઠકમાં આ કાર્યક્રમને સાવજ સમાજ વાડી મુકામે ભવ્ય રીતે ઉજવવાનો નિર્ણય લેવાયો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે યોજાનારા આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં પંચ પરિવર્તન અંગે જાગૃતિ લાવવાનો છે. આ બેઠકમાં સમિતિના હોદ્દેદારો પ્રવિણભાઈ અમીપરા, ભુપતભાઇ ડાબસરા, ડો. મુકેશભાઈ ખસીયા અને મહેશભાઈ રૂપાપરા સહિતના અગ્રણીઓે ઉપસ્થિત રહી કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરી હતી. વિજયભાઈ ડાબસરા અને જયસુખભાઈ માંગાણી જેવા માર્ગદર્શકોના નેતૃત્વમાં આ સંમેલનને સફળ બનાવવા સમગ્ર ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.







































