ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને સંસ્કાર ભારતી અમરેલી તેમજ બાલભવન-ગિરધરભાઈ સંગ્રહાલય જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર, અમરેલીના સંયુક્ત ઉપક્રમે “વિશ્વ માતૃભાષા ’’ નિમિત્તે બાલભવન ખાતે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના પ્રારંભે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશભાઈ જહાનો શુભેચ્છા સંદેશ રજૂ થયો હતો. ત્યાર બાદ પ્રણવ પંડયા, સ્નેહી પરમાર, કેતન  જોશી, હરજીવન દાફડા, હાર્દિક વ્યાસ, પ્રકાશ જોશી, ડા. વિનોદભાઇ રાવલ, બાલકિશન જોગી, કનુભાઈ લીંબસિયા, પ્રકાશ મકવાણા, દિવ્યા સોજિત્રા વગેરે કવિઓ તેમજ ડા. દવે, નિલેશભાઈ પાઠક, દિનેશભાઇ ત્રિવેદી વગેરેએ હસ્તાક્ષર બેનરમાં માતૃભાષામાં પોતાના હસ્તાક્ષર કર્યા હતા. કવિ હાર્દિક વ્યાસે કવિ પ્રણવ પંડ્‌યાનું, અભિષેક ઠાકરે કવિ સ્નેહી પરમારનું અને વિપુલ ભટ્ટીએ કવિ કેતન જોશીનું પુસ્તક દ્વારા સ્વાગત – સન્માન કર્યું હતું. આ કાર્યક્રમના અંતે અભિષેક ઠાકરે આભારવિધિ કરી હતી. આ કવિ સંમેલનમાં શિક્ષકો સહિત બહોળી સંખ્યામાં ભાવકો ઉપસ્થિત રહ્યા હતા. કવિ ડા. કેતન કાનપરિયાએ આ સમ્રગ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.