બાબરા શહેરમાં શનિવારે બપોરે હિન્દુ સમાજ દ્વારા વિરાટ હિન્દુ ધર્મ સંમેલન અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શોભાયાત્રાનું પ્રસ્થાન બપોરે ૨ઃ૩૦ કલાકે જલારામ મંદિરથી થશે અને તાપડીયા આશ્રમ ખાતે પૂર્ણ થશે. તાપડીયા આશ્રમ ખાતે મહંત પૂજ્ય ઘનશ્યામદાસ બાપુ સહિત સાધુ-સંતોની ઉપસ્થિતિમાં સંમેલન યોજાશે. આ સંમેલનમાં હિન્દુ ધર્મના મૂલ્યો, સંસ્કૃતિ અને એકતા અંગે માર્ગદર્શન આપવામાં આવશે. અધ્યક્ષ મુકેશભાઈ ખોખરીયા સહિત શહેરના અગ્રણીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે. હિન્દુ સનાતન કમિટી દ્વારા તમામ હિન્દુ સમાજના ભાઈઓ-બહેનોને આ ભવ્ય શોભાયાત્રા અને ધર્મ સંમેલનમાં મોટી સંખ્યામાં હાજરી આપવા આમંત્રણ છે. બાબરામાં આયોજિત આ ધાર્મિક કાર્યક્રમ હિન્દુ સમાજની એકતા અને આધ્યાત્મિક જાગૃતિનું પ્રતીક બની રહેશે.








































