લાયન્સ ક્લબ ઓફ અમરેલી મેઇન દ્વારા ૨૬-૨-૨૬ના રોજ શરૂ થયેલી ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ તકે લીલાવતી નૂતન મિડલ સ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તમામ પરીક્ષાર્થીઓને પેન અને ચોકલેટ ભેટમાં આપવામાં આવી હતી. આ તકે લા. પ્રમુખ બકુલ ભટ્ટ, લા. દિનેશભાઈ ભુવા, લા. કૌશિક હપાણી, લા. રાજુભાઇ પરીખ, લા. રજનીકાંત ધોરાજીયા વગેરે સભ્યો ઉપસ્થિત રહ્યા હતા તેમ રાજુભાઇ પરીખે જણાવ્યું હતું.