સુરતના હજીરા સ્થિત  આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીના કર્મચારીઓએ હોબાળો મચાવ્યો છે. કર્મચારીઓએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે. હરિયાણાના પાણીપતમાં એક કર્મચારીના મોતનો વીડિયો સામે આવ્યા બાદ તેની અસર સુરતના હજીરામાં આવેલી કંપનીમાં જાવા મળી છે. પ્લાન્ટમાં કર્મચારીઓએ એકઠા થઈ હડતાળ પાડી છે. કર્મચારીઓએ પગાર વધારા સહિત અન્ય માંગોને લઈ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.
સુરતમાં આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીના કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન દરમિયાન એક કારમાં તોડફોડ કરી હતી. આ જાતા પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો છે. ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ પણ પ્લાન્ટ પર પહોંચી છે. કર્મચારીઓના ઉગ્ર વિરોધને જાતા કંપનીના ઉચ્ચ અધિકારીઓ તત્કાલ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
કર્મચારીઓ પોતાની વિવિધ માંગને લઈને ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યાં છે. બીજીતરફ એલએન્ડટી કંપનીએ કહ્યું કે જ્યારે ગુજરાત સરકાર દ્વારા લેબર કોડનું નોટિફિકેશન લાગૂ કરવામાં આવશે તો તેના નિયમ તત્કાલ કંપનીમાં લાગૂ કરવામાં આવશે. કર્મચારીઓએ ફાયરની ગાડી પણ આગને હવાલે કરી હતી.
કંપનીના કર્મચારીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન માહોલ ઉગ્ર બની ગયો હતો. મોટી સંખ્યામાં કર્મચારીઓના ટોળા એકત્ર થયા હતા. આ સ્થિતિને જાતા પોલીસે ૪૦થી વધુ ટીયર ગેસના સેલ છોડ્યાં છે.
કંપનીના નિર્માણાધીન પ્લાન્ટમાં આજે સવારથી ઉગ્ર માહોલ જાવા મળ્યો હતો. આશરે ૫ હજાર જેટલા કર્મચારીઓએ એકાએક હડતાળ પાડી હોબાળો મચાવી દીધો હતો. કર્મચારીઓની હડતાળ પાછળ કામના કલાકો અને પગાર વધારા જેવી માંગ સામે આવી છે. કર્મચારીઓ લાંબા સમયથી કામના કલાકો અને પગાર વધારાની માંગ કરી રહ્યાં હતા, પરંતુ કંપનીએ ધ્યાન ન આપતા આજે ઉગ્ર દેખાવો કર્યાં હતા.
સુરતના હજીરામાં આવેલી કંપનીના પ્લાન્ટમાં કર્મચારીઓએ હડતાળ પાકી કામ અટકાવી દીધું હતું. જેથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જાવા મળ્યો હતો. રોષે ભરાયેલા કર્મચારીઓએ કંપનીની મિલ્કને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. આ સિવાય કંપનીની ફાયરની ગાડીઓમાં પણ તોડફોડ કરી હતી.