મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને તેમની પાર્ટી, શિવસેનાએ વીએસઆર વેન્ચર્સના વિમાનોનો ઉપયોગ ન કરવાનો નિર્ણય લીધો છે. વીએસઆર લિયરજેટ વિમાનના દુર્ઘટનામાં અજિત પવારનું મૃત્યુ થયું. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયએ પણ ચાર વીએસઆર વિમાનોને ગ્રાઉન્ડેડ કર્યા.
અજિત પવાર જે વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા તે દિલ્હી સ્થિત  ફજીઇ વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડનું લિયરજેટ ૪૫એકસઆર મોડેલ હતું. અકસ્માત સમયે, અજિત પવાર સાથે તેમના અંગત સહાયક એક સહાયક અને બે ક્રૂ સભ્યો હતા. અજિત પવારના મૃત્યુ પછી,ડીજીસીએએ નોંધપાત્ર કાર્યવાહી કરી, ચાર વીએસઆર વેન્ચર્સ વિમાનોને ગ્રાઉન્ડેડ કર્યા. આ કાર્યવાહી બારામતી વિમાન દુર્ઘટના પછી હાથ ધરવામાં આવેલા ખાસ ઓડિટ અને દેખરેખ દરમિયાન શોધાયેલી ગંભીર ખામીઓ પર આધારિત હતી.
અજિત પવારનું ૨૮ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ પુણે જિલ્લાના બારામતીમાં વિમાન દુર્ઘટનામાં અવસાન થયું. તેઓ ચાર્ટર્ડ લિયરજેટ ૪૫ પર બારામતીમાં જાહેર સભાઓને સંબોધવા માટે મુંબઈથી ઉડાન ભરી હતી. સવારે લગભગ ૮ઃ૪૬ વાગ્યે, બારામતી એરપોર્ટ પર રનવે ૧૧ પર ઉતરાણ કરવાનો બીજા પ્રયાસ કરતી વખતે, વિમાન અચાનક કાબુ ગુમાવી બેઠું અને ખુલ્લા મેદાનમાં અથડાયું, જેના કારણે તે આગની લપેટમાં આવી ગયું. ટક્કર થતાં, શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા, જેના કારણે વિમાનમાં સવાર કોઈપણ વ્યકિત  બચી શક્યો નહીં.