વડા પ્રધાન માર્ક કાર્નીની નવી દિલ્હી મુલાકાત પહેલા, ટોરોન્ટોએ એક મોટી જાહેરાત કરીને બધાને આશ્ચર્યચકિત કર્યા છે. ટોરોન્ટોએ જણાવ્યું હતું કે કેનેડામાં હિંસક ગુનાઓમાં ભારતની હવે કોઈ ભૂમિકા નથી. કેનેડાનું આ નિવેદન માર્ક કાર્નીએ પદ સંભાળ્યા પછી ઓટાવાના ભારત પ્રત્યેના બદલાયેલા વલણનો સંકેત આપે છે. ટોરોન્ટો સ્ટારના અહેવાલ મુજબ, વડા પ્રધાન માર્ક કાર્નીની ભારતની ખૂબ જ અપેક્ષિત મુલાકાત પહેલા પત્રકારો સાથેની બ્રીફિંગ દરમિયાન કેનેડિયન એક વરિષ્ઠ અધિકારીએ આ નિવેદન આપ્યું હતું. વરિષ્ઠ સરકારી અધિકારીઓએ ઓટાવા અને નવી દિલ્હી વચ્ચે સુરક્ષા સંવાદ અને સહયોગમાં પ્રગતિનું વર્ણન કરતા કહ્યું હતું કે, “આપણી પાસે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો સહિત ખૂબ જ મજબૂત રાજદ્વારી જાડાણ છે, અને મને લાગે છે કે અમે કહી શકીએ છીએ કે અમને વિશ્વાસ છે કે તે પ્રવૃત્તિ હવે ચાલુ રહેશે નહીં.”
જસ્ટીન ટ‰ડો જ્યારે વડા પ્રધાન હતા ત્યારે ભારત પર કેનેડામાં હિંસામાં સંડોવણીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જા કે, ભારતે તે આરોપોને સતત પાયાવિહોણા અને વાહિયાત ગણાવ્યા છે. ટોરોન્ટો સ્ટાર આગળ લખે છે કે ભારત આ જાહેરાતનું સ્વાગત કરશે, કારણ કે તેણે હંમેશા તેનો ઇનકાર કર્યો છે, પરંતુ તે બ્રિટિશ કોલંબિયાના ધાર્મિક નેતા મોનિન્દર સિંહ જેવા શીખ કાર્યકરોની ચિંતાઓ સાથે વિરોધાભાસી છે. આ અઠવાડિયે સ્ટાર સાથે વાત કરતા, સિંહે ખુલાસો કર્યો કે વાનકુવરના એક પોલીસ અધિકારીએ તેમને ચેતવણી આપી હતી કે તેઓ, તેમની પત્ની અને તેમના બાળકો તાત્કાલિક જાખમમાં છે. સિંહે જણાવ્યું હતું કે જૂન ૨૦૨૩ માં બ્રિટિશ કોલંબિયાના લોઅર મેઇનલેન્ડમાં ગુરુદ્વારાની બહાર તેમના મિત્ર અને સાથી કાર્યકર્તા હરદીપ સિંહ નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી ત્યારબાદ પોલીસ તરફથી તેમને મળેલી આ ચોથી ચેતવણી છે.
કેટલાક મહિનાઓ પછી જ્યારે તત્કાલીન વડા પ્રધાન જસ્ટીન ટ‰ડોએ એજન્ટો પર ભારત સરકાર સાથે જાડાયેલા હોવાનો આરોપ લગાવ્યો ત્યારે નિજ્જરના મૃત્યુએ રાજદ્વારી પરિમાણમાં તંગી લાવી દીધી. આનાથી ભારત-કેનેડા સંબંધોમાં તણાવ આવ્યો. જાકે, ભારતે તેમના આરોપોને પાયાવિહોણા અને બનાવટી ગણાવીને ફગાવી દીધા. ત્યારબાદ થયેલી અથડામણ, જેના કારણે બંને દેશોમાંથી રાજદ્વારીઓને હાંકી કાઢવામાં આવ્યા, તેનાથી સંબંધોમાં વધુ તણાવ આવ્યો. ભારતે સતત કહ્યું છે કે કેનેડા શીખ ઉગ્રવાદીઓને આશ્રય આપે છે. કાર્ને સરકારનું કહેવું છે કે તે સુરક્ષા જાખમોને ગંભીરતાથી લે છે અને તેનો સામનો કરવા માટે ભારત સાથે કામ કરી રહી છે.
કેનેડિયન અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે ભારત સરકાર સાથે જાડાયેલા એજન્ટો દ્વારા કેનેડામાં સક્રિય વિદેશી હસ્તક્ષેપ અને દમન અંગેની ચિંતાઓ હવે લાગુ પડતી નથી, કારણ કે કેનેડામાં હિંસામાં ભારતની કોઈ સંડોવણી નથી. કેનેડા સરકારના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કાયદા પ્રત્યે આદર એ ભારત સાથે કેનેડાના પ્રયાસોની ચાવી છે. કાયદા અમલીકરણ સંવાદ પ્રત્યે આદર ભારત સાથે ફરીથી જાડાણ માટેના અમારા તબક્કાવાર અભિગમનો પાયો રહેશે. હાલમાં, ઓટાવા ભારત સાથેના તેના સંબંધોને ફરીથી સેટ કરવાનો અને વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ સાથે વેપારને વધુ ગાઢ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ૧.૪ અબજ લોકોનું રાષ્ટ્ર , ભારત એક ઉભરતું આર્થિક પાવરહાઉસ છે જે કેનેડાને યુનાઇટેડ સ્ટેટ્સ પરની તેની વ્યાપારી નિર્ભરતામાંથી મુક્ત કરવામાં મદદ કરી શકે છે, જે ડોનાલ્ડ ટ્રમ્પના શાસનકાળમાં વધુને વધુ અવિશ્વસનીય બની ગયું છે.









































