ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ માં હાલમાં સુપર-૮ મેચ રમાઈ રહી છે. અત્યાર સુધી, આ વર્લ્ડ કપના સેમિફાઇનલ માટે ફક્ત એક જ ટીમ ક્વોલિફાય થઈ છે. બાકીના ત્રણ સ્થાનો માટે લડાઈ હજુ પણ ચાલુ છે. આ વર્લ્ડ કપના સુપર-૮ મેચ સ્ટેજમાં પાકિસ્તાનને હજુ એક મેચ રમવાની છે. તેમનો આગામી મુકાબલો ૨૮ ફેબ્રુઆરીએ શ્રીલંકા સામે થશે. આ મેચમાં, પાકિસ્તાનના ઓપનિંગ બેટ્સમેન સાહિબજાદા ફરહાન પાસે વિરાટ કોહલીનો એક મોટો રેકોર્ડ તોડવાની તક છે. તેને આ સિદ્ધિ મેળવવા માટે ૩૭ રનની જરૂર છે.
સાહિબજાદા ફરહાન હાલમાં ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ માં સૌથી સફળ બેટ્સમેન છે. તેણે ચાલુ ટુર્નામેન્ટમાં ૫ ઇનિંગ્સમાં ૨૮૩ રન બનાવ્યા છે. એક જ ટી ૨૦ વર્લ્ડ કપ સીઝનમાં બનાવેલા રનના સંદર્ભમાં તે ૮મા ક્રમે છે. હાલમાં, ભારતનો વિરાટ કોહલી ૩૧૯ રન સાથે આ યાદીમાં ટોચ પર છે. વિરાટે ૨૦૧૪ ના ટી ૨૦ વર્લ્ડ કપમાં આ સિદ્ધિ મેળવી હતી. ફરહાનના વર્તમાન ફોર્મને જાતાં, કોહલીનો ૧૨ વર્ષ જૂનો રેકોર્ડ જાખમમાં હોય તેવું લાગે છે. જા ફરહાન આ ટુર્નામેન્ટમાં ફક્ત ૩૭ રન બનાવે છે, તો તે યાદીમાં ટોચ પર રહેશે.
જ્યારે ૨૦૨૬ ટી ૨૦ વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની વાત આવે છે, ત્યારે વિરાટ પછી શ્રીલંકાના ભૂતપૂર્વ બેટ્સમેન તિલકરત્ને દિલશાન બીજા ક્રમે છે. દિલશાને ૨૦૦૯ ટી ૨૦ વર્લ્ડ કપમાં ૩૧૭ રન બનાવ્યા હતા. પાકિસ્તાનનો બાબર આઝમ ત્રીજા ક્રમે છે. તેણે ૨૦૨૧-૨૨ ટી ૨૦ વર્લ્ડ કપમાં છ મેચમાં ૩૦૩ રન બનાવ્યા હતા. આગામી મેચમાં સાહિબજાદા ફરહાનને આ ત્રણ ખેલાડીઓને પાછળ છોડી દેવાની તક મળશે.
સાહિબજાદા ફરહાને પલ્લેકેલે ખાતે ઈંગ્લેન્ડ સામે ૬૩ રનની ઈનિંગ રમી હતી. તેની ઈનિંગથી પાકિસ્તાને તે મેચમાં કુલ ૧૬૪ રન બનાવ્યા હતા. જવાબમાં, ઈંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકે ૫૧ બોલમાં શાનદાર સદી ફટકારીને પોતાની ટીમને ૨ વિકેટથી વિજય અપાવ્યો હતો. આ જીત સાથે, ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં ક્વોલિફાય થનાર પ્રથમ ટીમ બની ગઈ છે, જ્યારે પાકિસ્તાનનો સેમિફાઇનલમાં પહોંચવાનો માર્ગ અત્યંત મુશ્કેલ બની ગયો છે. પાકિસ્તાન માટે આ વર્લ્ડ કપના સેમિફાઇનલમાં પહોંચવું વધુને વધુ મુશ્કેલ બન્યું છે.









































