અમરેલીના બાબાપુર ગામે એક ચોંકાવનારી ઘટના બની હતી. તારા પૈસા અમે ન આપીએ તો શું કરી લઇશ કહી યુવકને લાદીના ટુકડા માર્યા હતા. આ અંગે ઉમેશભાઈ હીરાભાઈ ચાવડાએ તરવડા ગામના મુકેશભાઇ  ભીમજીભાઇ સાંબડીયા તથા કૌશીકભાઇ મુકેશભાઇ સાંબડીયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમણે મુકેશભાઈ સાંબડીયા પાસે મજૂરીના રૂ.૪૨૦૦ લેવાના બાકી હતા. જે પૈસા લેવા જતા બન્ને શખ્સોએ કહ્યું કે તારા પૈસા અમે ન આપીએ તો શું કરી લઇશ. આમ કહી બંનેએ લાદીના ટુકડા લઇને તેમના બંને હાથે ચીરા પાડી દીધા હતા.તેમજ લાકડાનો ધોક્કો લઇને બે ત્રણ ઘા વાંસાના ભાગે મારી નીચે પાડી દીધો હતો અને પછી ઢીકાપાટુનો મુંઢમાર મારી ગાળો બોલી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.