અમરેલી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જીરા ગામમાં ‘‘બેટી બચાઓ બેટી પઢાઓ’’ યોજના અંતર્ગત સખી મંડળની બહેનો માટે એક વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા બાળ અધિકારી કણઝરીયા દ્વારા બહેનોને જેન્ડર સેન્સીટાઈઝેશન અને મહિલાઓ લક્ષી કાયદાઓ અંગે વિસ્તૃત સમજ અને માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજનાના TLM નિમાવત કિશોર દ્વારા સ્વ-સહાય જૂથની બહેનોને ‘લખપતિ દીદી’ આજીવિકા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ વિકસિત ભારત રોજગાર અને આજીવિકા ગેરંટી મિશન (ગ્રામીણ) ની પ્રસાર-પ્રચાર પત્રિકા આપીને સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત, ભારવીબેન દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર વિશે, જ્યારે જિલ્લા મિશન કા-ઓર્ડિનેટર રાઠોડ હસમુખભાઈ તથા મીનાક્ષીબેન દ્વારા વિવિધ મહિલા લક્ષી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.







































