યુએસની લશ્કરી તૈયારીઓ અને વાણી-વર્તન સૂચવે છે કે અમેરિકા ઈરાન પર હુમલો કરવા તૈયાર છે. જા કે, ઈરાન હજુ પણ શાંતિ વિશે વાત કરી રહ્યું છે. તાજેતરના એક નિવેદનમાં, ઈરાની વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ કહ્યું કે ઈરાન શક્્ય તેટલી વહેલી તકે અમેરિકા સાથે ન્યાયી અને સમાન કરાર પર પહોંચવા માંગે છે. તેમણે કહ્યું કે બંને દેશો પાસે પહેલા ક્્યારેય ન થયેલા કરાર પર પહોંચવાની ઐતિહાસિક તક છે.
અરઘચીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર શેર કરેલી પોસ્ટમાં આ નિવેદન આપ્યું છે. આ નિવેદન ગુરુવારે જીનીવામાં યોજાનારી તેહરાન અને વોશિંગ્ટન વચ્ચે પરોક્ષ પરમાણુ વાટાઘાટોના ત્રીજા રાઉન્ડ પહેલા આવ્યું છે. બંને દેશો પહેલાથી જ બે રાઉન્ડની વાટાઘાટો કરી ચુક્યા  છે.
અરઘચીએ કહ્યું, “પાછલા રાઉન્ડમાં થયેલી સમજૂતીઓના આધારે, ઈરાન જિનીવામાં અમેરિકા સાથે વાટાઘાટો ફરી શરૂ કરશે, જેનો હેતુ શક્ય  તેટલા ઓછા સમયમાં ન્યાયી અને ન્યાયપૂર્ણ કરાર પર પહોંચવાનો છે.”
તેમણે ઉમેર્યું, “અમારી મૂળભૂત માન્યતાઓ સંપૂર્ણપણે સ્પષ્ટ છેઃ ઈરાન ક્યારેય  કોઈપણ સંજાગોમાં પરમાણુ શસ્ત્રો  વિકસાવશે નહીં; અને અમે ઈરાનીઓ ક્્યારેય આપણા લોકો માટે શાંતિપૂર્ણ પરમાણુ ટેકનોલોજીના લાભોનો ઉપયોગ કરવાના અમારા અધિકારનો ત્યાગ કરીશું નહીં.”
અરઘચીએ કહ્યું કે બંને પક્ષો પાસે પરસ્પર ચિંતાઓને સંબોધવા અને સહિયારા હિતો પ્રાપ્ત કરવાની ઐતિહાસિક તક છે. તેમણે એમ પણ કહ્યું કે જા રાજદ્વારીને પ્રાથમિકતા આપવામાં આવે તો સોદો થઈ શકે છે.
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે યુએસે તાજેતરમાં મધ્ય પૂર્વમાં તેની લશ્કરી હાજરી વધારી છે. વધુમાં, યુએસ અને ઈરાન વચ્ચે પરોક્ષ પરમાણુ વાટાઘાટોના બે રાઉન્ડ થઈ ચુક્યા  છે. આ વાટાઘાટોમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને યુએસ દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો હટાવવા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
મંગળવારે, ઈરાનના રાજકીય બાબતોના નાયબ વિદેશ પ્રધાન, માજિદ તખ્ત રવાંચીએ જણાવ્યું હતું કે ઈરાન અમેરિકા સાથે પરમાણુ કરાર કરવા માટે જરૂરી બધું કરવા તૈયાર છે. તેમણે જણાવ્યું હતું કે ઈરાન સંપૂર્ણ નિષ્ઠા અને સકારાત્મક વલણ સાથે જીનીવા વાટાઘાટોમાં જશે જેથી કોઈ કરાર થાય.
તેમણે એવી આશા પણ વ્યક્ત કરી હતી કે અમેરિકા પણ આવું જ સકારાત્મક વલણ અપનાવશે. તેમણે કહ્યું હતું કે જા બધા પક્ષો પાસે રાજકીય ઇચ્છાશકિત  હોય, તો ટૂંક સમયમાં કરાર થઈ શકે છે.