છેલ્લા બે વર્ષ દરમિયાન આ હોટલોમાં થયેલા દારૂ વેચાણમાંથી સરકારને કુલ ૧૧૬ કરોડ ૩૯ લાખ ૬૨ હજાર ૯૦૦ રૂપિયાની આવક પ્રાપ્ત થઈ છે.
કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા પૂછાયેલા સવાલના લેખિત જવાબમાં ગૃહ વિભાગે જાહેર કરી છે. વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારે સ્પષ્ટ કર્યું કે, પરવાનાધારક હોટલો દ્વારા નિયમો અનુસાર દારૂનું વેચાણ કરવામાં આવે છે, અને તેના બદલામાં સરકારને મહ¥વપૂર્ણ આવક મળે છે. આંકડાઓ દર્શાવે છે કે, છેલ્લા બે વર્ષમાં માત્ર આ ૩૨ હોટલોમાંથી જ સરકારને ૧૧૬.૩૯ કરોડથી વધુ આવક થઈ છે, જે રાજ્યના આવક માં મહત્વપૂર્ણ યોગદાન ગણાય છે.









































