ગુજરાત વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન હાલ પ્રશ્નોતરી કાળ ચાલી રહ્યો છે. ત્યારે રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ  પર ગૃહમાં જારદાર ચર્ચા જાવા મળી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ સરકારની આક્રમક નીતિની વિગતો આપી હતી, તો બીજી તરફ શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે તીખી નોકઝોક પણ થઈ હતી.
ગૃહમાં નિવેદન આપતા ગૃહરાજ્યમંત્રી અને ડેપ્યૂટી સીએમ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, કચ્છમાં જે સ્થળેથી અગાઉ ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો, તે જ લોકેશન પર હવે નવું પોલીસ સ્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે. તેમણે ગર્વ સાથે કહ્યું કે, “હું આ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવાનો છું, તમે પણ ત્યાં ચોક્કસ આવજા.”
રાજ્યમાં આવતા ગાંજાના †ોત વિશે વાત કરતા મંત્રીએ જણાવ્યું કે, સરકાર માત્ર ગુજરાત પૂરતી સીમિત નથી રહી, પરંતુ છેક ઓડિશા સુધી તપાસના તાર લંબાવ્યા છે. ગુજરાત પોલીસે ઓડિશા જઈ ત્યાંની લોકલ પોલીસ સાથે મળીને કુખ્યાત પાંડી બ્રધર્સ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં પાંડી બ્રધર્સનું આખું ફાર્મ અને ૭ લક્ઝરી કાર જપ્ત કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે, આ જપ્ત કરાયેલી મિલકતની હરાજી કરવામાં આવશે અને તેમાંથી મળનારી રકમનો ઉપયોગ રાજ્યના વિકાસકામો માટે કરવામાં આવશે.
ડ્રગ્સના મુદ્દે ચર્ચા દરમિયાન આપના ધારાસભ્ય હેમંત ખવાએ મંત્રી હર્ષ સંઘવીનો આભાર માનતા કટાક્ષ કર્યો હતો કે, પંજાબના બહાને ગુજરાતમાં ડ્રગ્સ પકડાયું તે વાત તમે સ્વીકારી તે બદલ આભાર. જાકે, તેમણે ટકોર પણ કરી હતી કે, “બહાર જઈને મીડિયાને જાઈને ફરી ન જતા.” બીજી તરફ, મંત્રી કૌશિક વેકરીયાએ જ્યારે ગુજરાતમાં પકડાયેલા ડ્રગ્સની વિગતો સાથે પંજાબના આંકડા રજૂ કર્યા, ત્યારે મામલો વધુ ગરમાયો હતો. આ સમયે છછઁના નેતા ગોપાલ ઇટાલિયાએ ઉભા થઈને વિરોધ કરવાનો પ્રયાસ કરતા ગૃહમાં હોબાળો મચ્યો હતો.
ગોપાલ ઇટાલિયાના વિરોધ કરવાની પદ્ધતિ સામે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કડક વલણ અપનાવ્યું હતું. અધ્યક્ષે ટકોર કરતા કહ્યું હતું કે, “ગૃહ નિયમોથી ચાલે છે, તમે માર્કેટમાં ઊભા હોવ તેવી રીતે અહીં ઊભા ન થઈ શકો.” આ ટકોર બાદ ગૃહમાં થોડીવાર માટે સોપો પડી ગયો હતો.
કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ સરકારને ઘેરતા સવાલ કર્યો હતો કે, “ગુજરાત ડ્રગ્સનું લેન્ડીંગ  અને મેન્યુફેક્ચરિંગ હબ બની રહ્યું છે? ડ્રગ્સ મંગાવનારા મુખ્ય સૂત્રધારો કોણ છે?” આ સવાલોના જવાબમાં સરકારે યુવાનોના ભવિષ્ય અંગે સંવેદનશીલ અભિગમ રજૂ કર્યો. જે યુવાનો માત્ર પેડલર્સના સંપર્કને કારણે ડ્રગ્સના રવાડે ચડ્યા હોય, તેમના પર કેસ કરી જીવન બરબાદ કરવાને બદલે તેમને સાચા રસ્તે લાવવા સરકાર કામ કરી રહી છે. પોલીસ કમિશનર પોતે આવા યુવાનોના પરિવારને બોલાવે છે અને ડોક્ટરોની મદદથી તેમની ઓળખ છુપાવીને કાઉન્સલિંગ કરવામાં આવે છે. ચાલુ વર્ષના બજેટમાં દરેક જિલ્લામાં નવા નશામુકિત  અને કાઉન્સલિંગ સેન્ટર ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.