ગુજરાતમાં આ વર્ષે (૨૦૨૫-૨૬) શિયાળાની ઋતુ અનોખી રીતે વર્તી રહી છે.સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં કાતિલ ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હોય છે, પરંતુ આ વખતે રાજ્યમાં મિશ્ર ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. ઉત્તર-પૂર્વના ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાતા ગરમીનો અનુભવ થઈ રહ્યો છે,જ્યારે રાત્રે પણ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જાવા મળ્યો નથી.
હવામાન વિભાગના તાજા આંકડા અનુસાર, રાજ્યમાં લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ૧ થી ૨ ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું છે, જ્યારે મહત્તમ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો વધારો જાવા મળ્યો છે. તાજેતરના દિવસોમાં નોંધાયેલા કેટલાક મુખ્ય શહેરોના લઘુતમ તાપમાન આ પ્રમાણે છે. શહેરો લઘુતમ તાપમાન જાઇએ તો ડીસા ૧૬.૮°સે,રાજકોટ ૧૮.૮°સે, ગાંધીનગર ૨૧સે,કંડલા ૨૧.૧ સે અમદાવાદ ૨૧.૧°સે રહ્યું છે
આ આંકડા દર્શાવે છે કે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં રાત્રે પણ હળવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, જે સામાન્ય શિયાળાની સ્થિતિ કરતાં ઘણો અલગ છે.છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાતની ત્રણેય ઋતુઓમાં મોટો બદલાવ જાવા મળી રહ્યો છે, અને આ વર્ષે તે વધુ સ્પષ્ટ થયો છે.
હવામાન નિષ્ણાતોનું માનવું છે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં પણ ઠંડીનું જાર વધુ નહીં વધે, પરંતુ કેટલાક પશ્ચિમી વિક્ષેપો આવે તો હળવી ઠંડી અને માવઠાની શક્્યતા રહેશે. જાકે, આ વર્ષે ભર શિયાળે ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધુ રહી છે.








































