તારીખ ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૬ના રવિવારના રોજ આગામી આયોજન સંદર્ભે સૌરાષ્ટ્ર પ્રાંત માતૃશક્તિ સંયોજિકા સીમાબેન દવે અમરેલીના પ્રવાસે પધાર્યા હતા. આ અવસરે વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી નગરના નવનિયુક્ત કાર્યકર્તાઓ, માતૃશક્તિ અને દુર્ગાવાહિનીની બહેનો સાથે એક વિશેષ પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સીમાબેને આગામી વર્ગમાં ભજન-કીર્તન, સંસ્કાર કેન્દ્રો અને મહિલા સશક્તિકરણ શિબિરો અંગે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી. આ ઉપરાંત સામાજિક જાગૃતિ, સાપ્તાહિક મિલન, શારીરિક તાલીમમાં યોગ અને કરાટે તેમજ બૌદ્ધિક ચર્ચા અને સંસ્કાર વર્ગો જેવા વિષયો પર પણ પ્રકાશ પાડ્‌યો હતો. આ બેઠકમાં સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ હંસાબેન મકાણી અને ભાવનગર વિભાગ સંયોજિકા રમીલાબેન પટોળીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી  નગર પ્રમુખ ભાવેશભાઈ કાબરીયા અને મંત્રી પંકજભાઈ કાનાણીએ જહેમત ઉઠાવી હતી. આ સાથે માતૃશક્તિ સંયોજિકા આરતીબેન ચોવટિયા, પૂર્વિબેન ગોહિલ, ગીતાબેન ત્રિવેદી, જયશ્રીબેન ધાનાણી, ગોપિકાબેન ચાવડા, દક્ષાબેન ધોળકિયા, મિતલબેન ધંધુકિયા, હિરલબા વાળા સહિત અન્ય પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તા બહેનોએ હાજરી આપી સંગઠનને મજબૂત બનાવવાના સંકલ્પ સાથે કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો.