અમરેલી જીલ્લા સહકારી સંઘના અધ્યક્ષ અને યુવા નેતા મનીષ સંઘાણીના માર્ગદર્શન હેઠળ અમરેલી જીલ્લા સંઘના ૭૪ વર્ષ પૂર્ણ કરી ૭૫મા વર્ષના મંગલ પ્રવેશ અંતર્ગત ‘સહકારથી સમૃધ્ધિ’ જીલ્લા કક્ષાનું સહકારી મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ઇફકો અને ગુજકોમાસોલના અધ્યક્ષ દિલીપભાઈ સંઘાણી, જ્યારે કાર્યક્રમના ઉદ્ઘાટક તરીકે ગુજરાત રાજ્ય સહકારી સંઘના અધ્યક્ષ ઘનશ્યામભાઈ અમીન ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે અમરેલી જીલ્લા ભાજપ અધ્યક્ષ અતુલભાઈ કાનાણી, અમર ડેરીના અધ્યક્ષ અશ્વિનભાઈ સાવલિયા, અમરેલી જીલ્લા સહકારી ખરીદ-વેચાણ સંઘના અધ્યક્ષ જયંતીભાઈ પાનસુરીયા, અમર ડેરીના ઉપાધ્યક્ષ મુકેશભાઈ સંઘાણી, ધી અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેન્કના ઉપાધ્યક્ષ અરુણભાઈ પટેલ, અમરેલી જીલ્લા સહકારી સંઘના ઉપાધ્યક્ષ હરજીભાઈ નારોલા, માનદમંત્રી જયંતીભાઈ વઘાસીયા, ડાયરેક્ટર ધીરુભાઈ વાળા, શરદભાઈ પંડ્‌યા, અમરીશભાઈ જોષી, જયભાઈ મસરાણી, નારણભાઈ ધંધુકિયા, દેવભાઈ વરુ વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ૩૭૦ જેટલા સહભાગીઓએ ભાગ લીધો હતો. તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ અને શાલથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
અમરેલી જીલ્લા સહકારી સંઘના અધ્યક્ષ મનીષ સંઘાણીએ પોતાના ઉદ્‌બોધનમાં યુવા અને મહિલાઓનું સહકારિતામાં મહત્વ સમજાવ્યું હતું અને પોતાના ૬ વર્ષના કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલ કામગીરીની માહિતી રજુ કરી હતી. ત્યારબાદ ઇફ્‌કો અને ગુજકોમાસોલના અધ્યક્ષ દિલીપભાઈ સંઘાણી દ્વારા સહકારી પ્રવૃતિને વેગ આપવા માટે જીલ્લા સહકારી સંઘ દ્વારા થઈ રહેલી કામગીરીની સરાહના કરવામાં આવી હતી. અમરેલી જીલ્લા સંઘ દ્વારા તમામ ભાગ લેનાર સહભાગીઓને સર્ટીફીકેટ અને ગીફ્‌ટ આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અમરેલી જીલ્લા સહકારી સંઘના એક્ઝીક્યુટીવ ઓફિસર ભાર્ગવ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે સંઘના સી.ઈ.આઈ. સાગર મહેતા, રાજે બા ઝાલા, રૂપલબેન ડાભી, જીતેન્દ્રભાઈ ભડોરીયા, ભીખુ ડાભી, નૈમીશભાઈ વિરડીયા, રોહિતભાઈ વગેરે દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.