સાવરકુંડલાના વંડાની પી.પી.એસ. હાઈસ્કૂલમાં ‘વિશ્વ માતૃભાષા દિન’ની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ જ્ઞાનવર્ધક કાર્યક્રમમાં શાળાના વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકગણ, સંચાલક મંડળ અને ગ્રામજનોએ ભારે હર્ષોલ્લાસ સાથે ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા અને માર્ગદર્શક તરીકે અમરેલી જિલ્લાના પ્રખર શિક્ષણવિદ પ્રહલાદભાઈ ચૌહાણ અને જાણીતા કેળવણીકાર તથા સાહિત્યપ્રેમી પ્રવિણભાઈ ઝીંઝુવાડીયા ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા માતૃભાષાના અખૂટ મહિમાને દર્શાવતા વિવિધ પ્રાદેશિક ગીતો, કાવ્યપઠન અને વક્તવ્યો રજૂ કરવામાં આવ્યા હતા, પ્રહલાદભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, બાળકના મગજનુ સર્વાંગી ઘડતર અને જ્ઞાનાત્મક વિકાસ માતૃભાષામાં જ સૌથી શ્રેષ્ઠ અને ઝડપી રીતે થઈ શકે છે. શાળાના આચાર્યએ શાળામાં માતૃભાષાના વિકાસ અને વિદ્યાર્થીઓના સર્વાંગી ઘડતર માટે ચાલતી વિવિધ સહ-અભ્યાસિક
પ્રવૃત્તિઓની વિસ્તૃત માહિતી આપી હતી.








































