લાઠીના ભીંગરાડ ગામથી આસોદર ગામ તરફ ઈકો ચાલકે ટુ વ્હીલરને અડફેટે લીધું હતું. જેમાં ચાલકને ઈજા પહોંચી હતી. બનાવ અંગે અતુલભાઈ છનાભાઈ રાઠોડ (ઉ.વ.૩૨)એ ઇકો નંબર GJ ૧૪ AK ૨૯૦૭ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ,
ફરિયાદી પોતાના હવાલાવાળી મોટર સાઇકલ લઇને જતા હતા ત્યારે આસોદર ગામથી ભીંગરાડ ગામ તરફ ભીંગરાડથી આશરે એકાદ કિ.મી દુર ભીંગરાડ તરફથી એક ઇકો ગાડીના ચાલકે પોતાના હવાલાવાળી ઇકો ગાડી પુરઝડપે અને બેફિકરાઇથી માનવ જીંદગી જોખમાય તે રીતે ચલાવી રોંગ સાઇડમાં આવી તેમની મોટર સાયકલ સાથે ભટકાવી તેમને જમણા હાથે તથા નાકના ભાગે ફેકચર કરી તથા મોઢાના અંદરના ભાગે ૧૦ ટાકા આવે તેવી ઇજા કરી હતી. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી એલ ખેર વધુ તપાસ કરી રહ્યા છે.