ગુજરાત વિધાનસભામાં આજે ચર્ચા દરમિયાન ભાજપના ધારાસભ્ય કેશુ પટેલે ગૃહમાં કૃષિ મુદ્દે ભાંગરો વાટયો હતો. તેમણે કૃષિમંત્રી તરીકે રાઘવજી પટેલનો ઉલ્લેખ કરતાં કમોસમી વરસાદના કારણે અનેક ખેડૂતોને થયેલા નુકસાનનો મુદ્દો ઉઠાવ્યો હતો.
કેશુ પટેલે જણાવ્યું કે ભારે વરસાદથી પાકને નુકસાન થયું હતું, જેના અનુસંધાનમાં સરકારે સહાય પણ ચૂકવી છે અને કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. ખેડૂતોને સહાય મેળવવા માટે અરજીઓ કરવાની પ્રક્રિયા સરળ બનાવવા પોર્ટલ પણ ખુલ્લું મુકાયું હતું.
ચર્ચા દરમિયાન ડ્રેગન ફ્રૂટના નામ બદલવાના મુદ્દે પણ ચર્ચા ઉઠી હતી. સરકારે અગાઉ ડ્રેગન ફ્રૂટને ‘કમલમ’ નામ આપ્યું હતું, છતાં ભાજપના સ્ન્છએ ગૃહમાં તેનો ઉલ્લેખ ડ્રેગન ફ્રૂટ તરીકે જ કર્યો હતો, જેને લઈને સભામાં હળવી ચર્ચા પણ જાવા મળી.










































