છત્તીસગઢના નાણાં પ્રધાન ઓપી ચૌધરીએ આજે રાજ્યનું બજેટ રજૂ કર્યું. આજે મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈની અધ્યક્ષતામાં વિધાનસભા હોલમાં કેબિનેટ બેઠક યોજાઈ હતી અને બેઠકમાં બજેટને મંજૂરી આપવામાં આવી હતી. મુખ્યમંત્રી શ્રી સાંઈએ આગામી બજેટ માટે નાણાં પ્રધાનને અભિનંદન આપતા કહ્યું કે આ બજેટ રાજ્યના લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરશે. છત્તીસગઢના નાણામંત્રી ઓપી ચૌધરીએ રાજ્ય વિધાનસભામાં ૨૦૨૬-૨૭ માટે ૧.૭૨ લાખ કરોડનું બજેટ રજૂ કર્યું.
બજેટની જાહેરાતોમાં જણાવાયું છે કે બસ્તર અને સુરગુજા વચ્ચે બસ સેવા માટે બજેટમાં ૧૦ કરોડની જાગવાઈ કરવામાં આવી છે.બસ્તર અને સુરગુજામાં આજીવિકા, કૃષિ અને કૃષિ-વન પ્રક્રિયાને પ્રોત્સાહન આપવા માટે ચોખાની મિલો અને મરઘાં ફાર્મ જેવા ઉદ્યોગો માટે ૧૦૦ કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. બસ્તર અને સુરગુજામાં ડોક્ટરોની ભરતી કરવામાં આવશે. બસ્તર અને સુરગુજા વચ્ચે રોડ નેટવર્ક કનેકટીવિટી માટે જાગવાઈ કરવામાં આવશે. રાજ્યમાં રેલ્વે લાઇન વિકસાવવામાં આવશે.
ઇન્દ્રાવતીમાં માતનાર અને દેઉરગાંવ ખાતે ૨૪ કરોડ રૂપિયાના ખર્ચે બેરેજ બનાવવામાં આવ્યા છે, જેમાં ૬૮ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.આ ઉપરાંત આયુષ્માન યોજના માટે ૧૫૦૦ કરોડ રૂપિયાની જાહેરાત કરાઇ છે. રાષ્ટ્રીય આરોગ્ય મિશન માટે ૨૦૦૦ કરોડ રૂપિયાની જાગવાઈ કરાઇ છે અને જશપુરમાં મૈનપાટ અને કોટેબેરામાં પર્યટન સ્થળો માટે જાગવાઈ. રાયપુરમાં ખાતર પ્રયોગશાળા બનાવવામાં આવશે. કાંકેર, કોરબા અને મહાસમુંદમાં ન‹સગ કોલેજા બનાવવામાં આવશે. મિતાનિન કલ્યાણ ભંડોળ માટે ૩૫૦ કરોડ રૂપિયાની જાગવાઈ. રાજ્યમાં ૨૫૦ માતૃ ગૃહો બનાવવામાં આવશે. સુરક્ષા અને વિશ્વાસ સુનિશ્ચિત કરવા માટે ૧,૫૦૦ બસ્તર ફાઇટર પોસ્ટ્‌સ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. રાની દુર્ગાવતી યોજનાની જાહેરાત, જે ૧૮ વર્ષની થવા પર છોકરીઓને ૧.૫ લાખ રૂપિયા આપશે. મુખ્યમંત્રી સડક યોજના માટે ૨૦૦ કરોડ રૂપિયાની જાગવાઈ કરવામાં આવી છે. આમાં છત્તીસગઢમાં ૩૬ રસ્તાઓનો સમાવેશ થાય છે. ઇન્દ્રાવતીમાં માતનાર અને દેઉરગાંવ ખાતે ૨૪ કરોડના ખર્ચે બેરેજ બનાવવા માટે ૬૮ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. મફત વીજળી યોજના માટે ૩૫૪ કરોડની જાહેરાત. મહાતારી વંદન યોજના માટે ૮,૨૦૦ કરોડની જાગવાઈ. મુખ્યમંત્રી આદર્શ શહેર સમૃદ્ધિ યોજના લાગુ કરવામાં આવશે. ૨૦૦ કરોડની બજેટ જાગવાઈ. શહીદ વીરનારાયણ સિંહ આયુષ્માન યોજના દ્વારા સરકારી અને બિન-સરકારી હોસ્પિટલોમાં ૫ લાખ સુધીની સારવાર માટે ૧,૫૦૦ કરોડની જાગવાઈ. પાંચ નાલંદા પુસ્તકાલયો માટે ૨૨ કરોડની જાગવાઈ કરવામાં આવી છે