અમરેલી જિલ્લામાં કુલ ત્રણ વ્યક્તિઓ પાસેથી આઠ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો. જેમાં જાફરાબાદના જૂના પુલ પાસેથી એક પુરુષ પાસેથી એક લિટર, ટોડા ગામે એક મહિલા પાસેથી ત્રણ લિટર તથા દેરડી (જાનબાઈ) ગામે પણ અન્ય એક મહિલા પાસેથી ચાર લિટર દેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત, જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી ૧૨ શખ્સો પાસ-પરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં રખડતા મળી આવ્યા હતા. જ્યારે સનાળીયા ગામના બસ સ્ટેન્ડ પાસેથી જેસરના કાત્રોડી ગામનો એક યુવક નશાની હાલતમાં ટુ-વ્હીલર ચલાવતા પકડાયો હતો.








































