સાવરકુંડલા તાલુકાના ડેડકડી ગામે વહેલી સવારે સિંહે રેઢિયાર ગાયનું મારણ કર્યું હતું. ગામની સીમમાં સિંહોના આંટાફેરા વધતા ગ્રામજનોમાં ભય ફેલાયો છે. ડેડકડી, મઢડા, છાપરી અને લીખાળા જેવા ગામોમાં પશુપાલકો ચિંતિત બન્યા છે. અગાઉ ૧૮ ફેબ્રુઆરીએ મઢડા ગામે ત્રણ ઘેટાં મારાયા હતા. વારંવારની આવી ઘટનાઓને કારણે લોકો સુરક્ષા વધારવાની માંગ કરી રહ્યા છે.







































