અમરેલી ડિવિઝન-૨ (PGVCL) હેઠળ આવતા ધારી-૧, ધારી-૨, બગસરા, કુંકાવાવ, ચલાલા અને વાડિયા પેટા વિભાગીય કચેરીના તમામ ગ્રાહકોને જણાવવાનું કે, જેમના વીજ બિલ બાકી છે તેઓએ તાત્કાલિક ઓનલાઈન અથવા કચેરી ખાતે બિલ ભરી દેવા. વીજ તંત્ર દ્વારા હાલ વિવિધ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ડોર-ટુ-ડોર વસૂલાત શરૂ કરવામાં આવી છે અને બાકીદારોને નોટિસ પણ પાઠવવામાં આવી છે.બાકી રકમ ૨૫-૦૨-૨૦૨૬ પહેલાં ભરપાઈ કરવી અનિવાર્ય છે.૨૫ ફેબ્રુઆરીના રોજ સ્થળ પર કોઈ પેમેન્ટ સ્વીકારવામાં આવશે નહીં. જો પાવર કટ થશે, તો ગ્રાહકે પૂરું બિલ અને રી-કનેક્શન ચાર્જ ભર્યા બાદ જ વીજ પુરવઠો પુનઃ શરૂ કરવામાં આવશે.








































