રાજપાલ યાદવને તાજેતરમાં ચેક બાઉન્સ કેસમાં તિહાર જેલમાં કેદ કરવામાં આવ્યો હતો. હવે, જેલમાંથી મુક્ત થયા બાદ, રાજપાલ યાદવ ફરી એકવાર ફિલ્મ સેટ પર પાછો ફર્યો છે. તાજેતરમાં, જામીન પર બહાર રહેલો રાજપાલ તેની ભત્રીજીના લગ્નમાં ગામમાં નાચતો જાવા મળ્યો હતો. અક્ષય કુમાર અભિનીત તેમની આગામી ફિલ્મ, વેલકમ ટુ ધ જંગલ, નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. રાજપાલની ટીમે ફિલ્મના સેટ પરથી એક ફોટો શેર કર્યો છે, જેમાં તેઓ તેમની વેનિટી વાનમાં અરીસા સામે ઉભેલા દેખાય છે.
રાજપાલ યાદવને દિલ્હી હાઈકોર્ટ દ્વારા વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા અને તેઓ ૧૮ માર્ચ સુધી બહાર રહેશે. તેમણે ૧ લાખના જામીન બોન્ડ મેળવવા માટે તેમના વિરોધી પક્ષના ખાતામાં ૧.૫ કરોડ જમા કરાવવા પડ્યા હતા. તેમની મુકિત પછી, રાજપાલ યાદવે લોકોના સમર્થન બદલ આભાર માન્યો. તેઓ ૨૮ ફેબ્રુઆરીએ આ બાબતે ચર્ચા કરવા માટે એક પ્રેસ કોન્ફરન્સ પણ કરવાના છે.
૨૦૧૨ માં, રાજપાલ યાદવે “આતા પતા લપતા” નામની ફિલ્મ બનાવી, જેનું દિગ્દર્શન તેમણે પોતે કર્યું. આ ફિલ્મ માટે, રાજપાલે એક વ્યકિત પાસેથી ૫ કરોડની લોન લીધી. ફિલ્મનું બજેટ વધ્યું, જેના કારણે ગંભીર નાણાકીય કટોકટી સર્જાઈ. રાજપાલ યાદવ આ ફિલ્મ માટેનું દેવું ચૂકવી શક્ય ન હતા અને આ કારણોસર તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. હવે, રાજપાલ યાદવ જામીન પર છે અને ૧૮ માર્ચ સુધી બહાર રહેશે. આ સમય દરમિયાન, તેમણે ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે.
નોંધનીય છે કે રાજપાલ યાદવે તેમની ફિલ્મ વેલકમ ટુ ધ જંગલનું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકા ભજવે છે અને તેમાં ૩૦ થી વધુ બોલિવૂડ સ્ટાર્સનો સમૂહ જાવા મળશે. આ ફિલ્મની જાહેરાત ગયા વર્ષે કરવામાં આવી હતી. અહેમદ ખાન દ્વારા દિગ્દર્શિત, તેમાં સુનીલ શેટ્ટી, જેકી શ્રોફ, રવિના ટંડન, દિશા પટણી, જેકલીન ફર્નાન્ડીઝ, અરશદ વારસી, પરેશ રાવલ અને જાની લીવર છે.








































